હાલારના કેટલાક ગામડાઓમા ધોવાણ પરંતુ તંત્રની જહેમતથી જાનહાની ટળી 

હવે આરોગ્ય જાળવવુ કપરૂ

હાલારના કેટલાક ગામડાઓમા ધોવાણ પરંતુ તંત્રની જહેમતથી જાનહાની ટળી 

Mysamachar.in-જામનગર:

હાલારના એકસોથી વધુ ગામડાઓને બે દિવસમા મેઘરાજાએ ધમરોળી નાંખ્યા પરંતુ સદનસીબે જાનહાની ટળી છે, જેનો યશ સમયસરની સાવચેતી છે...જે માટે જીલ્લા વહીવટીતંત્રની સમયસુચકતા છે, જેના દ્વારા લોકોને આગાહી આવી કે તરત સાવચેતીના પગલા લેવા ટીમો બનાવી તમામ દરિયા કિનારાના વિસ્તારોના લોકો નીચાણવાળા વિસ્તારના લોકોને કે ડેમસાઇટ કે નદીથી લોકોને દૂર ખસેડાયા હતા, સમયસર સાવચેતી આગાહીના પગલે લોકોને એલર્ટ કરાયા હતા નહીતો રસ્તા નાલા પુલીયા નદીકાઠા ડેમકાંઠા અને સંખ્યાબંધ પોલ વાયર ખેતરો ધોવાયા હતા કેમકે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો તો વળી ઓંચીતો બંધ થઇ ફરી તીવ્રતાથી વરસાદ પડી રહ્યો હતો.

પરંતુ મહત્વની બાબત એ રહી કે જિલ્લા કલેક્ટરના નેજા હેઠળ એડીશનલ કલેક્ટરના માર્ગદર્શન હેઠળ ડીસ્ટ્રીક્ટ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના મામલતદાર પ્રોગ્રામ ઓફીસર નાયબ મામલતદારો અને તેઓના દ્વારા તાલીમ પામેલ ડ્યુટીમા આવતા સ્ટાફ દ્વારા સમયસર આયોજન કરી સમગ્ર જિલ્લામા જ્યા જ્યા જોખમ લાગતુ હતુ...અગાઉના અનુભવ હતા તે મુજબ તમામ તકેદારીના પગલા લઇ લોકોને સમયસર એલર્ટ કરાવ્યા જે માટે તાલુકા તંત્રોએ પણ ખુબ જહેમત લીધી હતી જેથી એકંદર સબ સલામત ની સ્થિતિ રહેવા પામી નહી તો સમગ્ર પંથકો ધમરોળાયા હતા, છતા જાનહાની થઇ નથી હા થોડુ ઘણુ કોઇ કાચુ પાકુ સ્ટ્રક્ચર કે કંઇ જર્જરીત હોય તે વધુ નબળુ પડ્યુ હોય ફસકી પડ્યુ હોય પરંતુ તેથી લોકોને કે માલઢોરને નુકસાન થયુ નહી જે માટે જિલ્લા વહીવટીતંત્ર અભિનંદનને પાત્ર છે, સાથે સૌ નાગરીકો જેમણે તંત્રને સહકાર આપી સુચના મુજબ તકેદારી રાખી તે સૌ સરાહનીય છે


-આ જ તકેદારી હજુ જાળવવી જરૂરી

હજુ એકતરફ  વરસાદી માહોલ સાવ ઓસર્યો નથી, તેમજ તબક્કાવાર આગાહી આવી જ રહી છે બીજી તરફ પાણીના પ્રવાહ સાવ ન ઓસરે ત્યા સુધી નાના મોટા જોખમ રહે માટે તંત્ર એ તેમજ લોકોએ આ જ તકેદારી જાળવવી જરૂરી જ છે, આમેય એલર્ટથી હાલારની કામગીરીની સરકારમા નોંધ લેવાઇ છે માટે જવાબદારી વધી છે

-હવે આરોગ્ય તકેદારી જરૂરી

આગામી એક બે દિવસથી આરોગ્ય જાળવણી જરૂરી બનશે એક તો ભેજ મિશ્રીત ઠાર બીજુ પાણી જે દરેક જગ્યાએથી વહેતુ આવી તળમા ગયુ હોય તેમા કોઇ પ્રદુષણ ગંદકી પણ મિશ્ર થયા હોય તેમજ બંધીયાર પાણીમા જંતુઓ પણ વધે આ દરેક બાબતે આરોગ્ય તંત્ર અને લોકોએ તમામ જરૂરી કાળજી અને કાર્યવાહી હાથ ધરવી પડશે.