જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં રોગચાળાનો છે કહેર..આટલો છે આંકડો..

દ્વારકા જીલ્લા આરોગ્ય અધિકારી નો ઉડાઉ જવાબ

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં રોગચાળાનો છે કહેર..આટલો છે આંકડો..

mysamachar.in-જામનગર,દેવભૂમિદ્વારકા:

જામનગર અને દેવભૂમિદ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી મચ્છરજન્ય રોગચાળામાં દિનપ્રતિદિન વધારો થઇ રહ્યો છે,વરસાદ બાદ ચોખ્ખા પાણીમાં ઉત્પન્ન થતા ડેન્ગ્યુના મચ્છરો થી રોગચાળામાં સતત ને સતત વધારો થઇ રહ્યો છે,તાવ,ઝાડાઉલટી,પેટમાં દુખાવો સહિતના કેસોની ઓપીડી સરકારી અને ખાનગી દવાખાનાઓમાં સતત વધી રહી છે,
જામનગર શહેરમા ડેન્ગ્યું નો રોગચાળો હાલ કહેર મચાવી રહ્યો હોય લોકોને પણ સજાગ રહી ઘરોની આસપાસ ચોખ્ખા પાણીના સંગ્રહમાં મચ્છરોની ઉત્પતી ના થાય તેની તકેદારી રાખવા પણ એક યાદીમાં જણાવ્યું છે..

જામનગર મનપાના એમઓએચ ગોરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે જાન્યુઆરી ૨૦૧૮થી ઓગસ્ટ સુધીમાં ડેન્ગ્યું પોજીટીવ ના ૩૨ જયારે માત્ર ઓગસ્ટ મહિનામા જ  ૮ કેસો નોંધાયા છે,જયારે મેલેરિયાના ૨૩ કેસો નોંધાયા હોવાનું પણ ગોરીએ જણાવ્યું હતું,

જયારે જામનગર જીલ્લાની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લામાં જાન્યુઆરીથી ઓગસ્ટ સુધીમાં ૬૩ કેસો મેલેરિયાના,૧ કેસ ઝેરી મેલેરિયા નો જયારે ૧૩ કેસ ડેન્ગ્યું પોજીટીવ ના નોંધાયા હોવાનું જીલ્લા ના મેલેરિયા અધિકારી પારકરએ જણાવ્યું હતું,તો પડોશી જીલ્લા એવા દેવભૂમિ દ્વારકા જીલ્લા આરોગ્ય અધિકારી સીંગ પાસેથી જયારે રોગચાળા અંગેની માહિતી માંગવામાં આવી ત્યારે તેવોએ પોતાની અલગ જ અદામાં ઉડાઉ જવાબ આપતા જણાવ્યું કે હું અત્યારે સમંદર પાર છુ...મારી પાસે માહિતી નથી...જયારે તેવોને તેમના નીચલા અધિકારી પાસેથી માહિતી આપવા માટે કહેવામા આવ્યું ત્યારે ડો.સીંગએ પોતાના સિવાય કોઈ અધિકારીઓ જીલ્લામા છે જ નહિ,તેમ કહી માહિતી આપવાથી હાથ અદ્ધર કરી લીધા હતા,

આમ એક તરફ જીલ્લામા દિનપ્રતિદિન રોગચાળો ઘર કરી રહ્યો ત્યારે તેની માહિતી છુપાવવા કરતાં અધિકારી એ જીલ્લાના લોકોના આરોગ્યના હિતમાં જરૂરી પગલા ભરશે તો જ ખરી લોકસેવા કરી ગણાશે.