કોર્પોરેશનની આ નિમણુંક સામે ન્યાયના દ્વાર ખટખટાવાશે

પસંદગી અદ્વરતાલ પણ રહી શકે,

કોર્પોરેશનની આ નિમણુંક સામે ન્યાયના દ્વાર ખટખટાવાશે

Mysamachar.in-જામનગર:

જામનગર કોર્પોરેશનમા થયેલી ગેરકાયદેસર રીતે ગેરલાયકને ઉચ્ચ નિમણુંક આપવાની થઇ રહેલી પૈરવી સામે જે અન્યાયનો ભોગ બન્યા હોય તે અથવા જેને ખરેખર કોર્પોરેશન નુ હિત હૈયામા હોય તેવા અરજદાર દ્વારા ન્યાયના દ્વાર ખટખટાવાય તો નવાઇ નહી કેમકે માહોલ એવો સર્જાયો છે. આડેધડ બઢતી વિભાગોની બદલી કે મહત્વના ચાર્જની સોંપણી માટે પંકાયેલા જામનગર કોર્પોરેશનમા હાલ તો એક જ મોટો મુદો ચર્ચાનો વિષય છે, જે  કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ ની ભરતીનો છે.

કેમકે જાણકારોના મતે એક તો નિમણુંકની પ્રક્રિયા થઇ રહી છે તે ગેરકાયદેસર છે અને પસંદ થયેલા અને વહીવટી મહોરની રાહ જોઇ રહેલા ભાઇ કણસાગરાની આ પોસ્ટ માટે સમગ્ર પ્રક્રિયા કોણ જાણે શા માટે નિતિ નિયમો નેવે મુકી પસંદગી કરાઇ છે તે આશ્ર્ચર્યકારક રીતે સવાલ ઉભા કરનારી પ્રક્રિયા હોવાનો જાણકારોનો મત છે, જોકે મોટા માથાઓથી દબાયેલા કે ડરેલા કે પોતાનુ સ્થાન જોખમાવાની ભીતી હોય તેવા મોટા અધીકારીઓ આ પ્રક્રિયાને કાયદેસર ગણાવે છે અથવા આ બાબત અંગે જાહેર ચર્ચા કરવાના મુદે કિનારો કરી લે છે.

બીજી તરફ ભાઇ અમીતને પસંદ કરવા એક તો મોટાભાગની અરજીઓ રીજેક્ટ કરાઇ,ઓછી ડિગ્રી( અન્ય ઉમેદવારોની સરખામણીએ) ધારી આ ઉમેદવારને પસંદ કરાયા, સમગ્ર પ્રક્રિયા ખાનગી રાખવામા આવી,ઓંચીતી આ ભરતીમા ગતિ આવી ,આઉટ ઓફ વે જઇ જુનિયરમાંથી સીધા કાર્યપાલક બનાવવા  ભરતીની જાહેરાત રાતો રાત નક્કી થઇ....વગેરે અનેક મુદાઓ જોતા આ ઉમેદવાર અન્ય સ્પર્ધકોની સરખામણી એ ઓછી લાયકાત હોવા છતા પસંદ થયા તેમજ સમગ્ર પણે ગેરકાયદેસર પ્રક્રિયા થઇ, દેખીતુ છે કે કોર્પોરેશનમા મહત્વની નિમણુંક,બઢતી અને કોન્ટ્રાક્ટ જ્યાંથી નક્કી થાય છે તેવા કોર્પોરેશનથી ત્રણસો ચારસો ફુટ દૂરના એક   સ્થળે થી જ આ નક્કી થયુ હોય શકે છે.

કમિશ્નર મંજુરી આપે તો પણ ન્યાય માટે માર્ગ ખુલ્લો જ છે.

જનરલ બોર્ડે બહાલી આપી હોઇ કા.ઇ.ડ્રે. તરીકે અમીત કણસાગરા જેવા જુનિયર ને પદભાર આપવા હવે કમીશનરે વહીવટી મંજુરી આપવાની છે અને નિમણુંક નો હુકમ કરવાનો છે( આ તમામ  ખેલનો મોટા ભાગનો હિસ્સો હાલના કમિશનર આવ્યા પહેલા પુરો થઇ ગયો હતો) માટે કમિશનરને સાચી બાબતનો સંપુર્ણ ખ્યાલ ન હોય  શકે તો તેને વિસ્તૃત રજુઆત કરી પ્રક્રિયા કોર્પો. ના હીતમા અટકાવી શકાય અને જો મંજુરી આપે તો સરકારમા તો પ્રકરણ જશે ત્યા પણ અટકાવી શકાય અથવા અદાલતના દ્વાર પણ ખખડાવી શકાય તેમ નિષ્ણાંતો જણાવે છે. દરમ્યાન આ માટે અમુકે તૈયારી કર્યાનુ જાણવા મળે છે જો તેમ થાય તો નિમણુંક અદ્વરતાલ રહી જાય એ સ્વાભાવીક છે.