પત્ની સાથે શરીર સંબંધ બાંધવાની ઈચ્છા પતિને મૃત્યુ સુધી દોરી ગઈ

જાણવા જેવો કિસ્સો

પત્ની સાથે શરીર સંબંધ બાંધવાની ઈચ્છા પતિને મૃત્યુ સુધી દોરી ગઈ

Mysamachar.in-અમદાવાદ:

લગ્નજીવન બાદ પતિ-પત્ની વચ્ચે સામાન્ય બાબતોમાં ઝઘડા થતા હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે,પરંતુ સામે આવેલા એક વિચિત્ર કિસ્સા મુજબ શારીરિક સંબંધ બાંધવાની પત્નીએ ના પાડી દેતા ઉશ્કેરાયેલા પતિએ પત્ની પર હુમલો કર્યા બાદ પત્નીએ બૂમાબૂમ કરી મુકતા ભયના માર્યા પતિએ અગાસી પરથી કૂદકો મારતા મોતને ભેટ્યાનો બનાવ અમદાવાદમાં સામે આવ્યો છે,

ચોકાવનારા બનાવની વિગત એમ છે કે અમદાવાદના નારોલ વિસ્તારમાં અશોકભાઈ (નામ બદલાવેલ છે) અને તેમના પત્ની સરલાબેન(નામ બદલાવેલ છે) પુત્ર,પુત્રવધુ સાથે રહેતા હોય, કાળઝાળ ગરમીમાં પતિ-પત્ની પાંચમાં માળે અગાસી પર સુવા ગયા હતા,ત્યારે અશોકભાઈ ને રાત્રિના ૧ વાગ્યે શારીરિક સંબંધ બાંધવાની ઈચ્છા થતા પત્નીને જણાવ્યું હતું, પરંતુ ગુસ્સે થયેલ પત્નીએ ૧૦ દિવસ પહેલા મોબાઈલ ચાર્જિંગ મામલે મારકૂટ કર્યાની યાદ અપાવીને શરીર સંબંધ બાંધવાની ના પાડી દીધી હતી,

આથી ઉશ્કેરાયેલા અશોકભાઈએ પત્ની સરલાબેન પર હુમલો કરીને મારકૂટ કર્યા બાદ ઓશિકાથી ગળું દબાવવાનો પ્રયાસ કરતા સરલાબેને બૂમાબૂમ કરી મુકતા પડોશીઓ અગાસી પર આવી જતા ભયના માર્યા અશોકભાઈએ પાંચમા માળેથી છલાંગ લગાવીને નીચે કૂદી પડતા મોત નીપજ્યું હતું,આમ શરીર સંબંધ બાંધવાની ઈચ્છા પતિને મૃત્યુ તરફ દોરી જતા આ બનાવમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.