ખાણખનીજના દંડની બીકે થયું યુવકનું મોત..

આવો હતો મામલો..

ખાણખનીજના દંડની બીકે થયું યુવકનું મોત..

Mysamachar.in-જામનગર:

જામનગરના જોડિયા નજીક બાલાચડી પાસે ગત ગુરૂવારે રાત્રે રેતીનુ ડમ્પર મુકીને ભાગી છુટેલો ચાલક શુક્રવારે સવારે નજીકમા જ આવેલ કેનાલમાંથી મૃત હાલતમાં મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે,બનાવની જાણ થતા જોડીયા પોલીસની ટીમ પણ સ્થળ પર પહોચી હતી.જ્યાં ફાયર વિભાગની મદદથી  મૃતક યુવાનને બહાર કાઢયા બાદ તેની ઓળખવિધિ કરતાં મૃતક યુવાન ખીમલીયા ગામે રહેતો જયસુખભાઇ ઉર્ફે વિજયભાઇ પરબતભાઇ ઝીંઝુવાડીયા હોવાનુ જાહેર થયુ હતુ.


મૃતક વિજયભાઇ અને કિલનર બંને ગુરૂવારે મોડી રાત્રે રેતીનુ ડમ્પર લઇને બાલાચડી પાટીયા પાસથી પસાર થઇ રહ્યા હતા,ત્યારે ખાણ ખનિજ ખાતાની વાડી આવી જતા રેતીના દંડની ચિંતા થતા ચાલક અને કિલનર બંને ડમ્પર નજીક રોડ સાઇડમાં મુકી ભાગી નિકળ્યા હતા.જેમાં ભાગવા જતા ડમ્પરના ચાલક જયસુખભાઇ ઉર્ફે વિજયભાઇનુ ઉંડી ખીણમાં પટકાઇ પડતા મૃત્યુ નિપજયુ હોવાનુ જોડિયા પોલીસ મથક દ્વારા જાહેર કરાયું છે.