એ લાશ ઓળખાતી નથી..

ખીમલીયા નજીકથી લાશ મળી હતી

એ લાશ ઓળખાતી નથી..

mysamachar.in-જામનગર

જામનગર નજીક આવેલ ખીમલીયા ગામ પાસેથી થોડા દિવસો પૂર્વે અર્ધ દટાયેલ હાલતમાં એક યુવકની લાશ મળી આવતા પોલીસે ઘટનાસ્થળ પર પહોચીને તપાસ હાથ ધરી હતી,પ્રથમ અકસ્માતે મોતની નોંધ કર્યા બાદ લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા સામે આવ્યું કે યુવકને ગળાટૂંપો આપીને હત્યા નિપજાવાઈ છે,

જે બાદ જામનગર એલસીબી દ્વારા સઘન તપાસ કરતાં જે લાશ મળી આવી તે યુવક પરપ્રાંતીય હોવાનું અનુમાન કાઢીને અન્ય ત્રણ પરપ્રાંતીયોની પણ શંકાના આધારે છેલ્લા ત્રણ ચાર દિવસથી એલસીબી દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે,પણ લાશની ઓળખ ના થતા પોલીસે હવે લાશની ઓળખ થાય તે માટે ના પ્રયાસો શરૂ કર્યા છે,આશંકા એવી પણ છે કે યુવકની હત્યા સ્ત્રીપ્રકરણમા થઇ હોય શકે છે,છતાં પણ લાશની જો કોઈને ઓળખ થાય તો જામનગર એલસીબીનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે.