ભાજપના આગેવાનો સહિત ૩ ને સજા ફટકારતી અદાલત

સ્થાનિક રાજકારણમા મચી હલચલ

ભાજપના આગેવાનો સહિત ૩ ને સજા ફટકારતી અદાલત

mysamachar.in-દેવભુમિ દ્વારકા

જિલ્લા ના ખંભાળિયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ ઉપર ૬ વર્ષ પહેલા આવેદનપત્ર ન આપવા મામલે ભાજપના બે આગેવાનો સહિત ૩ શખ્સોએ હુમલો કરીને બેફામ માર મારતા તેની ફરિયાદ નોધવામાં આવી હતી આ કેસ અદાલતમા ચાલી જતાં ભાજપના ૨ આગેવાનો અને ભાજપના આગેવાનના ભાઈને ૧ વર્ષની સજા, ૧૦૦૦નો દંડ તેમજ ફરિયાદીને ૫૦૦૦ ચૂકવવાનો આદેશ કરવામાં આવ્યો છે,

જે રીતે વિગતો મળી રહી છે તે પ્રમાણે ખંભાળીયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ કાંતિભાઈ નકુમ સમાજના આગેવાનો સાથે ખંભાળીયા અને મોટી રાફુદળ ગામની બે દીકરીઓને ધવલ ત્રિવેદી નામનો વ્યક્તિ ભગાડી ગયો હોવાથી તેને પકડી સજા કરવાની માંગણી સાથે ખંભાળીયા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા જતાં સમયએ તેને રોકીને જામનગર ભાજપના આગેવાન હરીભાઈ નકુમ, ખંભાળીયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈલેષ કણઝારીયા અને હરીભાઈ નકુમનો ભાઈ ગોપાલ વાલજી નકુમએ આવેદનપત્ર ન જણાવીને કાંતિભાઈ નકુમ ઉપર હુમલો કરીને બેફામ માર માર્યો હતો..

આ  બનાવમાં  કાંતિભાઈ નકુમએ ભાજપના ૨ આગેવાનો અને ભાજપના આગેવાનના ભાઈને સામે ફોજદારી ફરિયાદ નોધાવી હતી જે કેસ ખંભાળિયા અદાલતમાં ચાલી જતાં હરીભાઈ નકુમ, ખંભાળીયા નગરપાલિકાના પુર્વ પ્રમુખ શૈલેષ કણઝારીયા અને હરીભાઈ નકુમનો ભાઈ ગોપાલ વાલજી નકુમને અદાલતે એક વર્ષની સજા, ૧૦૦૦ દંડ અને ફરિયાદીને ૫૦૦૦ વળતર ચૂકવવાનો આદેશ કરવામાં આવતા ખંભાળિયાના રાજકારણમાં હલચલ મચી ગઈ છે