કોંગ્રેસના એકાઉન્ટ પર આ પોસ્ટ ને લઈને ભાનુશાળી સમાજમાં ભભૂક્યો રોષ...

અમારું એકાઉન્ટ જ નથી કોંગ્રેસ

કોંગ્રેસના એકાઉન્ટ પર આ પોસ્ટ ને લઈને ભાનુશાળી સમાજમાં ભભૂક્યો રોષ...

mysamachar.in-જામનગર:

ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિ ભાનુશાળી સામે દુષ્કર્મ ના આરોપ અને ભાજપના નેતાની આ કરતુત એ સમગ્ર રાજ્યભરમાં ભારે એવી ચકચાર મચાવી દીધી છે..અને ભાજપને પણ બદનામ થવાનો વારો આવ્યો છે..આ મુદો તો  હજુ તાજો છે ત્યાં જ જયંતી ભાનુશાળી ને લઈને જામનગર મા એક નવો વિવાદ આગામી દિવસોમાં વકરે તો પણ નવાઈ નહિ 

જામનગર કોંગ્રેસ નામના ફેસબુક એકાઉન્ટ પર કોઈશખ્સ એ જામનગર સહિતના ભાનુશાળી સમાજની લાગણી દુભાઈ તેવા શબ્દોનો પ્રયોગ કરતાં જામનગર ના ભાનુશાળી સમાજમાં આ બાબતને લઈને ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે..ભાનુ ક્રાંતિ સેના ના પ્રમુખ જીગ્નેશ નંદા એ પણ આ મામલે ઝંપલાવ્યું છે,અને કોંગ્રેસ ને સમાજ વિરોધી પાર્ટી હોવાના આક્ષેપ સાથે જો કોંગ્રેસ માફી ના માંગે તો કોંગ્રેસ કાર્યાલય પર ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે..

આ ફેસબુક એકાઉન્ટ અમારું નથી:ગીરીશ અમેથીયા:પ્રમુખ:શહેર કોંગ્રેસ

ભાનુશાળી સમાજની લાગણી દુભાઈ તે રીતની પોસ્ટ જામનગર કોંગ્રેસના નામના ફેસબુક પેઈજ પરથી કરવામાં આવી છે..તે અંગે જયારે શહેર કોંગ્રેસ પ્રમુખ ગીરીશ અમેથીયા ની mysamachar.in એ પ્રતિક્રિયા લીધી ત્યારે તેમને જણાવ્યું કે તેવોને આ બાબત ધ્યાને આવી છે પણ જે ફેસબુક એકાઉન્ટ પરથી આવી પોસ્ટ થઇ છે તે  જામનગર કોંગ્રેસનું ઓફિશિયલ એકાઉન્ટ નથી અને લેભાગુ તત્વો એ આવું કર્યું હોય તેવું લાગી રહ્યું છે,છતાં પણ કોઈ પાર્ટીનો કોઈ માણસ સામેલ હશે તો તેની સામે પણ પગલા લેશુ

સમાજના આગેવાનો સાથે બેઠક બાદ નિર્ણય:કિરીટ ભદ્રા:પ્રમુખ:હાલારી ભાનુશાળી સમાજ 
ભાનુશાળી સમાજ વિષેની સોશિયલ મીડિયાની આ પોસ્ટનો મામલો મારે ધ્યાને આવ્યો છે આ મામલે સાંજે સમાજના આગેવાનો સાથે એક બેઠક કરીશું અને તે બાદ આ મામલામાં આગળ ઉપર શું કરી શકાય તે અંગેનો નિણર્ય લેશું...