ચર્ચાસ્પદ નિમણુંક પર કમિશ્નર મહોર મારશે..?

અયોગ્ય લાગે તો વહીવટી મંજૂરી ના પણ આપે..

ચર્ચાસ્પદ નિમણુંક પર કમિશ્નર મહોર મારશે..?

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકા સહીત શહેરભરમાં ભારે ગાજી ચુકેલા એવા કાર્યપાલક ઈજનેર અમિત કણસાગરાની દરખાસ્ત શાશકો દ્વારા નિયમોને નેવી મુકીને ચોક્કસ પ્રકારનું હીત સાધવા માટે કરાવવામાં આવી હોવાના વિપક્ષના આક્ષેપ બાદ હવે નિયમ મુજબ સામાન્યસભામાં થયેલ આ ઠરાવ  કમિશ્નરની વહીવટી મંજૂરી માટે પહોચ્યો છે,ત્યારે આટ આટલા હોબાળા,વિરોધ અને વાંધા અને કાનૂની દાવપેચ બાદ કમિશ્નર સતીશ પટેલ અમિત કણસાગરા ની ભરતીને વહીવટી મંજૂરી આપશે કે કેમ તે નવી ચર્ચા મનપામાં શરૂ થઇ છે,અને જો કમિશ્નર વહીવટી મંજૂરી ના આપે તો કણસાગરા ને અપોઈન્ટમેન્ટ લેટર ના મળી શકે.

-બધુ જ " ગોઠવાયેલુ " છે એ વહેમને કમિશ્નર પણ સમર્થન આપી સાચો ઠેરવશે?

જો કે સુત્રો એવું કહે છે કે ગોઠવણ યોગ્ય છે,એટલે નીતિનિયમો ગયા ઘરે અને કણસાગરા જ ભૂગર્ભ ગટરના કાર્યપાલક ઈજનેર પદે બિરાજશે તેવું જાણવા મળે છે.પણ એવું નથી હો....કમિશ્નર સાહેબની છબી નિષ્ઠાવાન અધિકારીની છે,અને તેવો કદાચ કોઈ પાસે ઝૂક્યા વગર આ ઠરાવ અયોગ્ય લાગે તો વહીવટી મંજૂરી ના પણ આપે.