હજુ તો....હાલારમા પારો ૩.૬ સુધી નીચો ક્યા ઉતર્યો છે

ઠંડીના રેકર્ડ જાણો

હજુ તો....હાલારમા પારો ૩.૬ સુધી નીચો ક્યા ઉતર્યો છે
file image

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

આ વખતે શિયાળો ગત ચોમાસાની જેમજ પુરબહારમા ખીલ્યો છે, શીત લહેર નહી ઠંડા વાવડા થીજાવે છે, અને ૬ ડીગ્રી ૫ ડીગ્રી તોબા પોકારાવે છે ત્યારે એ સવાલ કેવો લાગે કે હજુ પારો હાલારમા ૩.૬ ડીગ્રીએ ક્યા ઉતર્યો છે,? ખરેખર એવુ થયુ હતુ કે ૯ ફેબ્રુઆરી ૨૦૦૮ ના દિવસે પારો ૩.૬ ડીગ્રી ઉતરેલો તો વળી  ૨૯-૧૨-૧૩ના પારો ૪.૧ ડીગ્રી હતો  ૨૦૦૪ ના ફેબ્રુઆરીમા પારો ૪.૮ હતો તેમજ વર્ષ ૩/૧/૧૩ ના ૫.૨ અને  ૨૦૧૨ મા ફેબ્રુઆરીમા ૫.૫ ડીગ્રીએ પારો હતો તેના ઉપરથી એ તો પાકુ થયુ કે પારો ૬ ડીગ્રીથી નીચે માત્ર આ વખતેજ નથી ઉતર્યો સાથે  સાથે ૩૧ ડીસેમ્બર ૨૦૧૭મા ૬.૨ ૨૦૧૮ મા ૭.૧ ૨૦૧૯મા પારો ૮ ડીગ્રી એ નીચો ગયો હતો,

પરંતુ અગાઉના વરસોની ઠંડીની અને આ વખતની ઠંડીમા ફરક એ છે કે આ વખતે ઠંડી અવિરત છે અગાઉ બે પાંચ દિવસના પ્રકોપ બાદ ગેપ આવતા આ વખતે સળંગ વીસ દિવસથી ગેપ જ નથી માટે ઠાર વધે છે, વળી આ વખતે પવનની વિચિત્ર પેટર્ન છે કોઇ અંદાજ કે અનુમાન વગર પવન ફુકાતો જાય તો વળી  હવામાનમા  હીમ પ્રસરાવી થંભી પણ જાય અને પેલો હીમ હજુ સહેજ ઓછો થાય ત્યા ફરી ઓચિંતો પવન ફરકવા લાગે છે, જો કે આ વખતની ઠંડીના  દિવસો વધુ રહેવાના સહિત અનેક રેકર્ડ સર્જાય તેવુ હવામાન તો છે અને વેધર એનાલીસ્ટો માટે પડકાર છે.