પેટમાં લાવવામાં આવી રહેલ સોનાની ચોકલેટ એરપોર્ટ સુધી તો પહોચી પણ..પછી..

થોડા દિવસો પૂર્વે પણ ઝડપાયું હતું સોનું...

પેટમાં લાવવામાં આવી રહેલ સોનાની ચોકલેટ એરપોર્ટ સુધી તો પહોચી પણ..પછી..

Mysamachar.in-સુરત:

બહારના દેશોમાંથી સોનાની દાણચોરી અવારનવાર ઝડપાતી રહી છે, અને ખાસ કરીને વિમાનમાર્ગે વિદેશથી આવતા શખ્સો નવી નવી યુક્તિઓ અજમાવીને દાણચોરીને અંજામ આપતા હોય છે,થોડા દિવસો પૂર્વેની જ વાત છે કે  સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ગુદામાર્ગે છુપાવેલ સોનું લાવ્યો હતો, પણ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે તેને ઝડપી પાડ્યો હતો,ત્યાં જ સુરત એરપોર્ટ પરથી દાણચોરીનો ગજબનો કિસ્સો જોવા મળ્યો છે.

જે રીતે સુત્રો પાસેથી માહિતી મળી રહી છે તે પ્રમાણે બે વ્યક્તિ સોનાની ચોકલેટ બનાવીને પેટમાં ગળી ગયા હતા અને સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. અહીં કસ્ટમ વિભાગને શંકા થતાં તેમને પકડી લેવાયા હતા. અને તેની તપાસણી કરાવતા પેટમાં કઈક હોવાનું સામે આવ્યું હતું, જે બાદ બન્ને શખ્સોએ સોનાની ચોકલેટ સાઈઝની લગડી બનાવી હતી અને તેને ગળી ગયા હોવાનું સામે આવતા પેટનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં સમીર નામની વ્યક્તિના પેટમાંથી 400 ગ્રામ અને અહેમદ નામના વ્યક્તિના પેટમાંથી 150 ગ્રામ સોનુ મળી આવ્યું હતું. જે સોનું પેટમાંથી નીકળ્યું તેની બજાર કીમત અંદાજે ૨૫ લાખ જેવી થવા જાય છે.અને કસ્ટમ સહિતના વિભાગો દ્વારા સઘન પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.