કારે મારી પલ્ટી અને ૩ ના થયા મોત..

આ ગામ નજીક બની ઘટના...

કારે મારી પલ્ટી અને ૩ ના થયા મોત..

Mysamachar.in-વલસાડ:

વલસાડના ધરમપુર ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી સુરત પાસિંગની  કાર  ત્રણ જેટલી વખત કોઈપણ કારણોસર પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર ત્રણ વ્યક્તિઓનાં સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતાં જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી,પ્રાથમિક જાણવા મળી રહ્યા મુજબ ચાલકે  કારના સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતા કાર હાઇવે પર જ બેથી ત્રણ પલટી મારી ગઈ હતી. કાર પલટી મારી જતા સર્જાયેલા અકસ્માતમાં કારમાં સવાર સુરતના ત્રણ વ્યક્તિઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા. જ્યારે કારમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને ગંભીર ઇજા થઇ હતી. ઇજા પામેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયા છે.