જેલમાં પાછો આવ્યો દડાનો ઘા, અને મળી આવી આ ચીજવસ્તુઓ 

થોડા સમય પૂર્વે પણ આવું જ થયું હતું 

જેલમાં પાછો આવ્યો દડાનો ઘા, અને મળી આવી આ ચીજવસ્તુઓ 

Mysamachar.in-રાજકોટ:
આમ તો જેલમાં મોબાઈલ, બીડી, તમાકુ સહિતની ચીજવસ્તુઓ પ્રતિબંધિત છે, છતાં પણ રાજ્યની જેલોમાં મોબાઈલ મળી આવવા જાણે સામાન્ય બાબત બની ગઈ હોય તેમ લાગે છે,ત્યારે રાજકોટ જેલમાં થોડાસમય પૂર્વે જ સેલોટેપના દડામાંથી મોબાઈલ મળી આવ્યો હતો અને ફરીયાદ નોંધાઈ હતી ત્યાં જ વધુ એક વખત રાજકોટની સેન્ટ્રલ જેલમાં ઘા આવતા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે.

[[post_bottom8]

સેલોટેપ વીંટળાયેલા દડામાંથી 1 મોબાઇલ, 4 ડેટા કેબલ, 10 બીડીની જુડી, તમાકુવાળા 9 મસાલા, સિગારેટના બે પેકેટ અને ચુનાની પાંચ પડીકી મળી આવી છે. આ દડો કોણ ફેંકી જાય છે, ત્યારબાદ અંદર કોણ છે, કોનું આવું નેટવર્ક ગોઠવાયું છે તે જાણવામાં જેલ તંત્ર નિષ્ફળ નીવડી રહ્યાની પ્રતીતિ થઇ રહી છે, છેલ્લા કેટલાક દિવસથી જેલની અંદરથી પ્રતિબંધિત વસ્તુ મળવાનો સિલસિલો ચાલી રહ્યો છે, આ મામલે પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.