-ઓડીટ વિભાગના અધિકારીઓના દુઝણા  વિભાગો ઉપર "તાગડધિન્ના"..

‘એક બંગલા બને ન્યારા’ના બદલે એક થી વધુ મિલકતો વસાવાઇ

-ઓડીટ વિભાગના અધિકારીઓના દુઝણા  વિભાગો ઉપર "તાગડધિન્ના"..

Mysamachar.in-જામનગર:

જામ્યુકોના દુઝણા વિભાગોની દુઆઓથી ઓડીટ વિભાગના અમુક અધિકારીઓના માત્ર ‘એક બંગલા બને ન્યારા’ નહી પરંતુ એકથી વધુ બંગલા બની ગયા પરંતુ કોઇ પુછવાવાળુ જ ન હોય જાગૃત એકથી વધુ નાગરીકોએ તમામની મિલકતોની  વિગત માંગી અદાલતમાં જવાની ચીમકી આપી છે.ચીફ ઓડીટર તાજેતરમાં જ નિવૃત થયા ત્યારે એક ટુંકી અટકવાળાને એક 75 લાખનો બંગલો છે,તેમ સુત્રોએ જણાવતા આ મિલ્કતની વિગતો માગવાની પ્રેરણા થાય તે સ્વાભાવીક છે કેમ કે આ ‘બંગલા’ ઉપરાંત બે ફલેટ અને બે ટેનામેન્ટનો અલગથી,અન્ય એક બીજા ‘પીઢ’નું રોકાણ બીજાઓ દ્વારા કર્યુ છે...કે દેખીતી રીતે કયાય છતુ ન થાય, સ્ટોક માર્કેટ, પોસ્ટ, મ્યુચ્યુઅલ ફંડ અને ખાનગી બેંકમાં તેમના ખાતા ફંફોળવા કોણ જવાનું છે.

સામાન્ય રીતે સરકારના વિભાગો માટે એવું કહેવાય કે જંગી ગ્રાન્ટ રીલીઝ થાય ત્યારે જ અમુક રકમ કટકાવી જ લેવાય છે.બાદમાં પ્રતિક્ષા ન કરવી પડે, ફાયનાન્સ બોર્ડમાં આ પ્રથા સ્થાપિત છે તેમ ચર્ચાય છે,તે ઉપરાંત જાહેર બાંધકામ, જાહેર આરોગ્ય (એટલે કે પા.પૂ.), સિંચાઇ અને વન વિભાગના પ્રોજેકટમાં ટકાવારીની જોરશોરથી ચર્ચાનો છે જ (માર્ગ-મકાનમાં તો સતત બે દિવાળીઓ આ ટકાવારીએ જ બગાડી હતી) આ તમામ એસ્ટાબ્લીશ્ડ સીસ્ટમનો સંપુર્ણ અમલ જામ્યુકોના ઓડીટ વિભાગમાં સુપેરે થાય છે.

એક અંદાજ પ્રમાણે ઓડીટ વિભાગમાં દર વર્ષે દોઢથી બે કરોડની સરવાણી વહેજ છે,માટે તો તેમાંથી કોઇની બદલીઓ થતી નથી (સરવાણી બદલી અટકાવવા કામમાં આવે છે શાસન-પ્રશાસન વચ્ચે સંતુલન રાખવા પણ ઉપયોગમાં આવે છે) ખરેખર ઓડિટ વિભાગ એ ‘વોચડોગ’ છે અને પ્રજાના નાણા એક રુપિયાનો પણ બગાડ ન થાય તે માટે સતત બીલોરી કાચથી એકથી માંડી કરોડો રૂપિયાના એમ તમામ ખર્ચ ચકાસવાના હોય છે,પરંતુ તેના બદલે ‘મોટુ’ મન રાખવાથી થતી ‘જંગી’ આવકના ડીપાર્ટમેન્ટ આળોટતુ હોવાનું જાણકારોએ અમુક આંકડાકીય વિગતો આપતા જણાવ્યું છે.જો કે લોકોનો વાતો કરે, આક્ષેપો કરવા સહેલા છે, ખરેખર તો પુરાવા આપવા જોઇએ કરપ્શનના આધારો આપવા જોઇએ તેમ પણ બે-એક જણા ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતાં.

-‘ગોઠવાય’ નહી તો જ ઓડીટ મેમો નીકળે.?

મનપામાં જે અમુક વિભાગની ક્વેરિઓ નીકળી છે,તેના અમુક કર્મચારીઓ વાત કરતાં સાંભળવા મળે કે ઓડીટ મેમોએ જામ્યુકોની બ્રાંચ માટે કે બ્રાંચના અધિકારી માટે અત્યંત ગંભીર બાબત ગણાય, તેમાં મેરીટસ કપાય છે અને આગળ જતાં નોટીસ પણ મળે અને પગલા પણ લેવાઇ શકે છે માટે આ ગંભીરતાનો સદઉપયોગ કરી ઓડીટના અમુક ઓડીટર પહેલા ‘સંપર્ક’ કરે છે અને ‘સંપર્ક’માં ‘ગોઠવાય’ નહી તો જ ઓડીટ મેમો કાઢવામાં આવે છે નહી તો ખાસ કંઇ તસદી લેવામાં આવતી નથી આવા અનેક પ્રકરણો જગજાહેર છે.આ બ્રાંચમા  ચિટકેલા  કેમ  બદલતા  નથી એ પણ સવાલ  છે

-વોટર વર્કસ...ભુગર્ભ..પ્રોજેકટ પ્લાનીંગ...આરોગ્યમાં બખ્ખા
દુઝણી ગાય સમાન વોટર વર્કસ, ભુગર્ભ, પ્રોજેકટ પ્લાનીંગ અને આરોગ્ય વિભાગમાંથી ઓડીટ વિભાગને વધુ બખ્ખા થાય છે કેમ કે આ વિભાગોમાં એક તો તમામ શરતોના પાલન, ગેરંટી પીરીયડના પાલન, ચુકવણાની ચોકસાઇ, ડીપોઝીટ પરત કરવી, સ્પેશીફીકેશન ખરાઇના પ્રમાણપત્ર વગેરે મુદે હાથ નાખતાવેત જ ખામીઓ ઉડીને આંખે વળગે છે,માટે આ વિભાગોએ ઓડીટમાંથી ફાઇલ ‘સાંગોપાંગ’ કઢાવવા નિયમીત ‘ઘસારો’ વેઠવો પડે છે.