જામનગરમાં ૨૦ રૂપિયાનો સ્ટેમ્પ ખરીદવા અરજદારોને મોઢામાં ફીણ આવી જાય છે..

અધિકારીએ ચેકિંગની જરૂર..

જામનગરમાં ૨૦ રૂપિયાનો સ્ટેમ્પ ખરીદવા અરજદારોને મોઢામાં ફીણ આવી જાય છે..

Mysamachar.in-જામનગર:

વિવિધ સરકારી કચેરીઓના કામોમાં ૨૦ રૂપિયાનો સ્ટેમ્પ ખુબ મહત્વનો ભાગ ભજવે છે,પણ આ વીસ રૂપિયાનો સ્ટેમ્પ મેળવવા જયારે અરજદારો લાલબંગલા ખાતે જાય છે,ત્યારે આ સ્ટેમ્પને બદલે રૂપિયા ૫૦ નો સ્ટેમ્પ ખરીદવા અરજદારોને દબાણ કરવામાં આવી રહ્યાના આક્ષેપો થાય છે,ઉપરાંત કલાકો ઉભા રાખ્યા બાદ પણ જો સ્ટેમ્પ આપવો હોય તો આપે નહિતર....જાય ભાઈ જાય...કેટલાક તો બિચારા અરજદારો સ્ટેમ્પ વેન્ડરો પાસે ૨૦ નો સ્ટેમ્પ મેળવવા રીતસરની કાકલુદી કરતાં પણ જોવા મળે છે,

માય સમાચારના વ્યુઅર્સ એ આ માહિતી આપી છે,તે પણ આવી જ યાતનાનો ભોગ બન્યા છે,જે બાદ માય સમાચાર દ્વારા પણ ખરાઈ કરવામાં આવી ત્યારે સવારે અમુક સ્ટેમ્પ વેન્ડરો આવ્યા બાદ રીતસરની વાઈડાઈ કરતાં હોય તેમ હજુ ખુલે છે,વાર લાગશે,પછી આવો,૫૦ નો જોતો હોય તો છે ૨૦ નો નથી,ટાઈપીંગ મારી પાસે કરાવવું પડે,આવા જવાબો આપતા જોવા મળ્યા,આમ તંત્ર ક્યારેક લાલબંગલામા સ્ટેમ્પ કઈ રીતે વેચાણ થઇ રહ્યા છે,તેના પર આકસ્મિક ચેકિંગ કરે તો શું ચાલે છે,તે જાણવા મળશે...અગાઉ એક અધિકારી એ અહી આકસ્મિક ચેકિંગ કરતાં કેટલાય સમય સુધી બધું સુવ્યવસ્થિત ચાલ્યું હતું.