'રિવોલ્વર લાવ એક બેને પાડી દવ' પોલીસ સ્ટેશનમાં બૂટલેગરની ધમાલ

પોલીસની આબરુના લીરે લીરા

'રિવોલ્વર લાવ એક બેને પાડી દવ' પોલીસ સ્ટેશનમાં બૂટલેગરની ધમાલ
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

કહેવાય છે કે પોલીસને જોઇને ભલભલા ગુનેગારો ભૂગર્ભમાં ઉતરી જતાં હોય છે, જો કે અમદાવાદમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે, જેમાં પોલીસની આબરુના લીરે લીરા થઇ ગયા છે. અહીં વાડજમાં એક બૂટલેગરે પોલીસ સ્ટેશન માથે લીધું. હાથમાં દારૂની બોટલ લઇ ધમાલ મચાવી હતી, એટલું જ નહીં તેણે પોલસકર્મીઓને બેફામ ગાળો પણ આપી હતી, આ દરમિયાન તેણે પોલીસકર્મીઓને કહ્યું કે રિવોલ્વર લાવ, એક બેને પાડી દવ, તારામાં હિમ્મત નથી. પ્રાપ્ત વિગત પ્રમાણે પોલીસસ્ટેશનમાં હંગામો મચાવનાર બૂટલેગરનું નામ ઉમેશ બચાણી છે. જે આ વિસ્તારમાં જાહેરમાં હાથમાં દારૂની બોટલ લઇ રોફ જમાવી રહ્યો હતો. બાદમાં સ્થાનિકોની ફરિયાદ બાદ પોલીસ દ્વારા ઉમેશની અટકાયત કરી પોલીસ સ્ટેશન લઇ જવાયો હતો. જ્યારે તેણે પોલીસ સાથે ગાળા ગાળી કરવાની શરૂઆત કરી દીધી. તેણે પોલીસને ધમકી આપી કે એકલા હશો ત્યારે હુમલો કરી જાનથી મારી નાખીશ. પોલીસે ઉમેશ વિરુદ્ધ વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.