રી સર્વે ખુટતું જ નથી,૨૦૧૦થી શરૂ થયેલો પાયલોટ પ્રોજેકટ દાયકો પુરો થશે તો પણ..

વૈતરણી પાર ન થઇ..

રી સર્વે ખુટતું જ નથી,૨૦૧૦થી શરૂ થયેલો પાયલોટ પ્રોજેકટ દાયકો પુરો થશે તો પણ..
Symbolic Image

Mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં રી સર્વે ખુટતુ જ નથી અને ખુબીની બાબત એ છે કે રાજાશાહીમાં સાંકળથી માપણી થતી તો પણ અત્યાર કરતા તો ઝડપી થઇ જતી તેમ એક રીતે કહી શકાય છે કેમ કે ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લા (ત્યારે જામનગર-દ્વારકા બંને)માં પાયલોટ પ્રોજેકટ તરીકે જીપીએસ-આધુનીક ટેકનોલોજીથી ખેતીની તમામ જમીનોના રી સર્વે કરવાનું સરકારે નકકી કર્યુ હતું.

પરંતુ વૈતરણી પાર ન જ થઇ તમામ ૧ લાખ ૯૭ હજાર સર્વે નંબર ફરીથી મપાઈ જાય એટલે એકયુરસી આવશે તેવું આદર્શ ચિત્ર ઉપસેલુ હતું,અને હૈદ્રાબાદની કંપનીને કોન્ટ્રાકટ રાજ્ય સરકારે આપ્યો,આ કામગીરી કરી જે ઈમેજો તૈયાર થઇ તેમાં ખુબ જ ભુલ આવી અને ખેડૂતોને ભારોભાર અસંતોષ થયો કેમ કે નવી માપણી થઇ તેમાં ક્ષેત્રફળ ફરી ગયા,હર દીશા ફરી ગઇ સ્થળ ફરી ગયા એટલે ફરીથી અરજીઓ થઇ, ફરીથી માપણી થઇ તો, ફરીથી ભુલ થઇ,ફરી અરજીઓ થઇ આવી અસંતોષ ભરેલી કામગીરી વરસોથી એટલે કે ૨૦૧૦થી ચાલતી આવી છે,.

કબજા બદલી જાય છે,એજન્સીને કાઢી મુકવી પડી

રી સર્વે શરૂ થયુ ત્યારબાદ કબજા ફરી ગયા,(ગામડામાં તો સેઢો દબાય તો ધારીયા ઉડેને),ક્ષેત્રફળની ભુલ આવી,જુના નકશા સાથે મેચીંગ ન આવ્યું,અંતે હૈદ્રાબાદની એજન્સીને કાઢી મુકવી પડી અને હવે ડીપાર્ટમેન્ટલી કામ ચાલે છે,જેમ જેમ અરજી આવે છે તેમ-તેમ રી સર્વેના રી સર્વે,સર્વે ચાલુ જ છે,તેમાંય ગામડાના લોકો ત્રાસી ગયા હોય પહેલા તો સમજાવવા પડે છે કેમ કે ગુઠાનો ય ફરક આવે તો ૧૦૧ ચો.મી.નો ફરક પડી જાય હાલ જમીન કેટલી મોંઘી થઇ છે આટલા ફેરફાર થાય,કેટલી કિંમત થાય તે કોઇને કેમ પરવડે? આવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ છે.ખેતીની જમીન ખેડૂતને જીવથી વ્હાલી હોય આ સ્થિતિ હાલ સ્ફોટક બની ગઇ છે.

સાંકળથી માપતા (રાજાશાહીમાં) તો પણ સંતોષ હતો...

અગાઉના જમાનામાં રાજાશાહીમાં શંકુ માપણી કહેવાતી સોળ કળીનીની ૧૦ મીટરની એટલે કે ૩૩ ફુટથી થોડી મોટી સાંકળ અપતી અને ગામમાં માપણી દારો બબ્બે-ત્રણ મહીના રોકાતા ત્યારે કામ પુરૂ થતુ તેનું રાજાશાહી ટીપ્પણ બનતુ,બાદમાં પ્લેન ટેબલ પઘ્ધતિ આવી જેમાં ટેપનો ઉપયોગ થવા લાગ્યો,ત્યારબાદ પ્રીઝમ વાળુ ટોટલ ટેશનમશીન આવ્યુ જેના વાયરથી લેપટોપ જેવા મશીનમાં રેકર્ડ ઉતરે,પેન ડ્રાઇવ જેવુ ઉપયોગમાં લઇ રેકર્ડ મેન્ટેન કરે,અત્યારે જીપીએસ આવ્યુ જેમાં ઉંચો બેઝ બનાવી ફરતે આપવુ પડે તે રીતે માનવી માપણી થાય છે અને ખુબ જ ભુલો આવે છે કેમ કે ચોકસાઇ નથી.એક એકર,૪૦૦૦ મીટર એટલે અઢી વીઘા એટલે 1600 મીટરે એક વીઘો,16 ગુઠાએ એક વીઘો અને અને એક ગુઠાએ ૧૦૧ મીટર આ તમામ ચોકસાઇ રાખવી પડે.