ઇન્કમટેક્ષ ઓફિસર કહ્યું મુકો મારા ખાનામાં ૩૦,૦૦૦ અને આવી ગઈ ACB

ઇન્કમટેક્ષ ઓફીસમા જ સફળ ટ્રેપ

ઇન્કમટેક્ષ ઓફિસર કહ્યું મુકો મારા ખાનામાં ૩૦,૦૦૦ અને આવી ગઈ ACB

Mysamachar.in-રાજકોટ

રાજ્યમાં ફરી એક વખત લાંચિયા બાબુઓ માથું ઊંચકી રહ્યા હોય આજે રાજકોટ એસીબીને વધુ એક સફળતા મળી છે,આ કેસમાં ફરીયાદીને એસેસમેન્ટ વર્ષ-૨૦૧૭-૧૮ માં સ્કુટીનીની નોટીસ ઇન્કમટેક્ષ વિભાગ તરફથી કાઢેલ ,જે નોટીસનો નિકાલ કરાવવા તથા કોઇપણ જાતની પેનલ્ટી નહીં લગાડવાના અવેજપેટે લાંચ લેતા ઝડપાયેલા ઇન્કમટેક્ષ ઓફિસર નરશીભાઇ પાલજીભાઇ સોલંકી ફરીયાદી પાસેથી રૂા.૩૦,૦૦૦/- ની લાંચની માંગણી કરતા

આ લાંચ ફરીયાદી એ આરોપીને આપવી ન હોય જેથી એ.સી.બી.માં ફરીયાદ કરતા તે આધારે આજરોજ એસીબી એ લાંચનું ગોઠવેલ છટકુ સફળ થતા ઓફિસરે  ફરીયાદી પાસે રૂા.૩૦,૦૦૦/-ની લાંચની માંગણી કરી, પોતાના ટેબલના ખાનામાં મુકવાની કહેતા જ એસીબી ની ટીમે પંચોની રૂબરૂમાં તેવોને ઝડપી પાડ્યા હતા.આ કાર્યવાહી એસીબી નિયામક રાજકોટ એકમ એચ.પી.દોશીના માર્ગદર્શન હેઠળ પી.આઈ.એચ.એસ.આચાર્ય  અને સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી,