જી.જી.હોસ્પિટલના હાડકાના ઓટીમા મોડીરાતે આગનું છમકલું...

જી.જી.હોસ્પિટલના હાડકાના ઓટીમા મોડીરાતે આગનું છમકલું...

Mysamachar.in.જામનગર 

હમણાં તો જ્યાં જુઓ ત્યાં ફાયરસેફ્ટીના સળગતા પ્રશ્નો સામે આવી રહ્યા છે,ત્યારે ગતમોડી રાત્રીના લગભગ એક વાગ્યા આસપાસ જી.જી.હોસ્પિટલના હાડકાના ઓપરેશન થીયેટરમાં શોટસર્કિટથી આગ લાગ્યાની ઘટના સામે આવી છે,આગ લાગતા ઓપરેશન થીયેટરમા થોડીવાર પૂરતા ધુમાડાના ગોટાઓ જોવા મળ્યા હતા,હાજર સ્ટાફ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરવિભાગ પણ હોસ્પિટલ ખાતે દોડી ગયો હતો,પણ સદનસીબે આગ વિકરાળ ના હોય તુરંત જ કાબુમાં આવી ચુકી હતી,જો આગ વધુ વિકરાળ હોત તો હાડકા ભાંગેલા દર્દીઓ જીવ બચાવવા કેમ ભાગી શકત તે પણ સવાલ છે.