એરકોમોડોરના હસ્તે “એવોર્ડ ઓફ એક્સલન્સ” એનાયત કરાયો

એરકોમોડોરના હસ્તે “એવોર્ડ ઓફ એક્સલન્સ” એનાયત કરાયો

Mysamachar.in-જામનગર:

જામનગરની એરફોર્સ સ્કૂલમાં સિનિયર ક્લાર્ક તરીકે 2009 થી ફરજ બજાવતા રઘુવંશી સમાજના જયેન્દ્રભાઈ કારીઆને તેમની વિશિષ્ટ સેવા બદલ એરફોર્સ સ્ટેશનના એરકોમોડોર વી.એમ. રેડ્ડીના હસ્તે “એવોર્ડ ઓફ એક્સલન્સ” એનાયત કરવામાં આવ્યો છે. જયેન્દ્રભાઈ કારીઆએ આ પ્રતિષ્ઠિત એવોર્ડ પ્રાપ્ત કરી રઘુવંશી સમાજનું ગૌરવ વધાર્યું છે.