એ સેલ્ફી યુવકની છેલ્લી સેલ્ફી બની ગઈ..

ચેતવા જેવો કિસ્સો...

એ સેલ્ફી યુવકની છેલ્લી સેલ્ફી બની ગઈ..
પ્રતિકાત્મક તસ્વીર

Mysamachar.in-જૂનાગઢ:

અત્યારના સમયમાં સેલ્ફીનું ઘેલું યુવાઓમાં એવું તો લાગ્યું છે,કે આસપાસ અને ઉપર નીચે જોયા વિના ગમે ત્યાં સેલ્ફી લેવાનો શોખ યુવાઓને ભારે પડી ગયાના કિસ્સાઓમાં વધારો જ થતો જાય છે.આવી જ એક ઘટના જૂનાગઢમાં બની છે.જૂનાગઢમાં રહેતો એક યુવક મિત્રો સાથે ઓઝત નદીના પુલ પર ફરવા ગયો હતો.અહીં તે રેલવેના પાટા ઉપર ઊભો રહીને ધસમસતી ટ્રેન સાથેની  સેલ્ફી લેવામાં એટલો તો મસગુલ બની ગયો હતો કે  ટ્રેન નજીક આવી ચુકી ત્યાં સુધી તેને ભાન જ ના રહ્યું અને તેનું ટ્રેન અડફેટે કરુણ મોત નીપજ્યું...

જૂનાગઢમાં રહેતો ૩૨ વર્ષીય નીતેશ નામનો યુવક રવિવારે બપોર બાદ મિત્રો સાથે શાપુર નજીક આવેલા ઓઝત નદીના પૂલ ઉપર ફરવા ગયો હતો. ત્યારે રેલવેના પાટા ઉપર તે પોતાના મોબાઇલમાં સેલ્ફી લેવામાં મશગુલ હતો.તે સમયે પસાર થતી સોમનાથ રાજકોટ રૂટની ટ્રેન નજીક આવી જતા તેને બચવાનો મોકો મળ્યો ન હતો.અને નિતેશ માટે આ સેલ્ફી તેની જિંદગીની પણ છેલ્લી સેલ્ફી બની ચુકી હતી.