આવતીકાલથીરાજ્યના કેટલાય જિલ્લાઓમાં ઉંચો જઈ શકે છે તાપમાનનો પારો

તાપમાનનોપારો 2 થી 4 ડીગ્રી જઈ શકે છે ઉપર

આવતીકાલથીરાજ્યના કેટલાય જિલ્લાઓમાં ઉંચો જઈ શકે છે તાપમાનનો પારો

Mysamachar.in-અમદાવાદ:

આમ તો કોરોનાને ફેલાતો અટકાવવા રાજ્યમાં લોકડાઉન જારીકરવામાં આવ્યું છે, જેને પગલે લોકો ઘરની બહાર નીકળતા નથી, પણ જે નીકળે છે તેનામાટે આવતીકાલ થી ચાર દિવસ કપરા રહી શકે છે, આગામી ચાર દિવસો દરમિયાન અમદાવાદ સહિત રાજ્યનાં મોટભાગનાં શહેરોમાં ગરમીનોપારો 42થી 43 ડિગ્રી પાર કરી જાયતેવી શક્યતા છે. તેમાં પણ ખાસ કરીને સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનો પારો 43 ડિગ્રી અને અમદાવાદમાં42 ડિગ્રી પાર કરી જશે, તેમજ સોરાષ્ટ્ર અનેદક્ષિણ ગુજરાતનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં હિટવેવનું મોજુ ફરી વળવાની પ્રબળશક્યતા છે.આમ લોકડાઉનની અમલવારીતો ચાલુ જ છે, સાથે જ જો આવશ્યક ના હોય તો બપોરના બહાર નીકળવાનું ટાળવું લોકો માટેસારું રહેશે.