બાઇક ચોરી કરતો કિશોર લાગ્યો પોલીસને હાથ

જાણો કેટલા ગુન્હાનો ઉકેલાયો ભેદ.?

બાઇક ચોરી કરતો કિશોર લાગ્યો પોલીસને હાથ

Mysamachar.in-ખંભાળિયા:

ઘરફોડ ચોરીની વધી રહેલ વારદાતોને લઈને ખંભાળિયા SOG સ્ટાફ પેટ્રોલિંગમા હતા તે દરમિયાન એક માહિતીને આધારે ખંભાળિયા-જામનગર હાઈવે પર ખંભાળિયામાથી ચોરી થયેલ બાઈક લઈને કોઈ સગીર જઈ રહ્યો હોવાની માહિતી પરથી SOG ની ટીમે આ શખ્સને ખંભાળીયામાંથી થયેલ તાજેતરમાં જ ચોરી થયેલ એક મોટરસાયકલ સાથે કાયદાથી સંઘર્ષિત કિશોરને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ શરૂ કરવામાં આવી હતી.,પૂછપરછમા આ કિશોરે આ એક બાઈક ખંભાળીયામાંથી જયારે બાકીના અન્ય ત્રણ બાઈક જામનગરમાથી અલગ-અલગ ત્રણ સ્થળોએ થી ચોરી કર્યાનું જણાવતા પોલીસે ચારેય મોટરસાયકલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.