બીમારીના ઈલાજની વિધી માટે સ્મશાનમાં મહિલાને બોલાવી તાંત્રિકે આચર્યું દુષ્કર્મ

અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો

બીમારીના ઈલાજની વિધી માટે સ્મશાનમાં મહિલાને બોલાવી તાંત્રિકે આચર્યું દુષ્કર્મ
symbolic image

Mysamachar.in-દાહોદ

આજના આધુનિક યુગમા પણ લોકો અંધશ્રદ્ધામાં વિશ્વાસ કરી અને બરબાદ થવાનો વારો આવતો હોય છે, દાહોદ જીલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા એક ગામની પરિણીતા ઉપર બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાના બહાને ગામના સ્મશાનમાં લઇ જઇને ગામના જ તાંત્રીકે દુષ્કર્મ આચર્યાની ઘટના પ્રકાશમાં આવતાં ભોગ બનનાર યુવતીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, સિંગવડ તાલુકામાં આવેલા એક ગામની એક મહિલા છેલ્લા ચારેક વર્ષથી બીમાર રહેતી હોઈ ગામના તાંત્રીકે મુકેશ સંગાડાએ તેના પતિને જણાવેલ કે તમારી પત્નીને બીમારીમાંથી ઉગારવા વિધિ કરવાથી સારું થઈ જશે

પરંતુ પ્રથમ તમારા છોકરાની વહુની વિધિ કરવી પડશે. તેમ જણાવી તાંત્રીક મુકેશ સંગાડા ૨૫ વર્ષની પરિણીતાને છાપરી ગામના જંગલમાં આવેલા સ્મશાનમાં વિધિ કરવાના બહાને લઈ ગયો હતો.પરિણીતાએ પણ સાસુને વિધિ કરવાથી સારું થઈ જશે તેમ માનીને વિધિ કરાવવા માટે તૈયાર થઈ હતી. જેથી મુકેશ રૃપસિંગ સંગાડાએ પરિણીતાની મરજી વિરૃધ્ધ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ બનાવ સંદર્ભે પીડિતાએ રંધીકપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી મુકેશ રૃપસિંગ સંગાડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે