ખીરસરા ગામના સરપંચે કરી ઉચાપત,તલાટી એ નોંધાવી ફરિયાદ

આ રીતે કરી ઉચાપત..

ખીરસરા ગામના સરપંચે કરી ઉચાપત,તલાટી એ નોંધાવી ફરિયાદ

Mysamachar.in-જામનગર:

જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના ખીરસરા ગામના સરપંચ નરેશભાઈ હંસરાજભાઈ ધારવિયાએ તેમના હાલના ચાલુ કાર્યકાળ દરમિયાન સ્વભંડોળ તેમજ ગ્રામ પંચાયતની ૧૪ મા નાણાપંચના ખાતાના બેન્કના ચેકોમા ઇન્ચાર્જ તલાટી મંત્રી અતુલ માકડીયા ની ખોટી સહીઓ કરી અને બન્ને ખાતાઓમાંથી ખોટી સહીઓના આધારે ૪.૨૪.૩૬૧ ની ઉચાપત કર્યાનું માલુમ થતા ઇન્ચાર્જ તલાટીએ લાલપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.