હવે SWIGGYના બે ડિલિવરી બોય બિયરના જથ્થા સાથે ઝડપાયા

એક MBBSનો વિદ્યાર્થી !

હવે SWIGGYના બે ડિલિવરી બોય બિયરના જથ્થા સાથે ઝડપાયા

Mysamachar.in-રાજકોટઃ

ઘરે જમવાનું ડિલિવર કરવા માટે જાણીતી SWiggy કંપનીના બે યુવકો બિયરના જથ્થા સાથે પકડાયા છે. રાજકોટના તાલુકા પોલીસ સ્ટેશન દ્વારા સ્વિગીના 2 ડિલેવરી બોય સહિત 4 જેટલા શખ્સોને ઝડપી પાડવામા આવ્યા છે. તેમની પાસેથી 12 જેટલા બિયરના ટીન પણ કબ્જે કરવામા આવ્યા છે. રાજકોટમાં DCP દ્વારા દારૂ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના બાદ શહેરમાં વાહનોનું ચેકિંગ ચાલતું હતું. આ દરમિયાન ગુરુવારે રાત્રીના ત્રણ જેટલા શખ્સો સ્વિગીના બેગ સાથે બાઇક લઇને પસાર થતાં તેમની તલાસી લેવામાં આવી હતી. જેમાં સ્વિગીના થેલામાં 12 બિયરના ટીન મળી આવતાં પૂછપરછ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે તેઓ બિયરની ડિલેવરી કરવા નીકળ્યા હતા. ચાર શખ્સો પૈકી બે ડિલેવરી બોય છે. જ્યારે એક MBBSનો અભ્યાસ કરતો વિદ્યાર્થી પણ સામેલ છે. જે પોતાના સહપાઠીઓને સ્વિગીના ડિલેવરી બોયના માધ્યમથી દારુ તેમજ બિયરના ટીન મંગાવી કમિશન મેળવતો હતો. પોલીસે 12 નંગ બિયરના ટીન, એક એક્ટિવા મળી કુલ 21,200નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ અગાઉ થોડા સમય પહેલા ઝોમેટો કંપનીનો ડિલિવરી બોય દારૂના જથ્થા સાથે ઝડપાયો હતો.