ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાહતઃ સુપ્રીમ કોર્ટે ધોળકાની ચૂંટણી રદ્દ કરવા સામે આપ્યો સ્ટે

જાણો વિગતે

ભુપેન્દ્રસિંહ ચુડાસમાને રાહતઃ સુપ્રીમ કોર્ટે ધોળકાની ચૂંટણી રદ્દ કરવા સામે આપ્યો સ્ટે

Mysamachar.in-ગાંધીનગર

સરકારના શિક્ષણ અને કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સુપ્રીમ કોર્ટે હાલ પુરતી  રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટે વિધાનસભાની ચૂંટણીને રદ્દ કરવાના આપેલા ચુકાદા પર સ્ટે આપી દીધો છે.  આ અંગે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ટવીટ કરી પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, સત્યમેવ જયતે. સુપ્રીમ કોર્સ્ટેટમાંથી સ્ટે મળી ગયેલ છે, આ ચુકાદાને કારણે ભુપેન્દ્રસિંહ હાલ ધારાસભ્ય પદે યથાવત રહેશે. કોંગ્રેસના ઉમેદવાર અશ્વીન રાઠોડે આ જીતને પડકારતી અરજી કરી હતી. ગુજરાત હાઈકોર્ટે આ ચૂંટણીને રદ કરવાનો આદેશ આપતા ચૂડાસમાને મોટો ફટકો પડ્યો હતો. જોકે, હવે સુપ્રીમ કોર્ટે સ્ટે આપી દેતાં ભુપેન્દ્રસિંહ અને ભાજપ માટે હાલ પુરતી રાહત થઈ છે. આ કેસમાં કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે કરેલી અરજી પર બે વર્ષ ઉપરાંત ચાલેલી સુનાવણી બાદ હાઈકોર્ટે આ ચુકાદો આપ્યો હતો.