નહિ જોયો હોય દારૂ છુપાવવાનો આવો જુગાડ..

જાણો આખી ઘટના..

નહિ જોયો હોય દારૂ છુપાવવાનો આવો જુગાડ..

mysamachar.in-ભરુચ 

દારૂ જેને પીવો છે અને જેને વેચાણ કરવો છે તે કોઈ ને કોઈ રીતે કોઈ જુગાડ કરીને પોતાનું કામ રળી લેતા હોય છે,તાજેતરમાં જ જામનગરમાં સ્થાનિક પોલીસ ને અંધારામાં રાખીને આર.આર.સેલની ટીમે હાપા નજીક થી ૫૦ લાખનો વિદેશી શરાબનો જથ્થો જે આઈટીબીપીના વેશમાં એક શખ્સ સહિતનાઓ દ્વારા ઘુસાડવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું,ત્યાં જ ભરૂચ એ ડિવિઝન પોલીસે લોઢવાડ ટેકરા વિસ્તારમાં મકાનની છતમાં બનાવાયેલ ચોરખાનામાંથી નાની મોટી ૩૦૦ છુપાવેલો વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડ્યો છે,

બુટલેગર નરેશે પોતાના મકાનની છતમાં પીઓપી સીલિંગ કરાવી તેમાં ચોરખાનું બનાવી, દારૂની બોટલ સંતાડી શકાય તેવી વ્યવસ્થા કરાવી હતી,અને તેમાં થી તે જરૂર મુજબની બોટલો કાઢીને પ્યાસીઓ ને વેચાણ કરતો હતો,પરંતુ પોલીસે તેના ઘરે રેઇડ કરતાં આ ચોરખાનું પોલીસને હાથ લાગી જવા પામ્યું છે,

ભરુચ એ ડીવીઝન પોલીસને એસ્ટીમ કારમાં દારૂની ખેપ મારવામાં આવતી હોવાની બાતમી મળી હતી. તે અનુસાર વૉચ ગોઠવવામાં આવી જેમાં બાતમી અનુસારની કાર સાથે નિસર્ગ ઉર્ફે બીટ્ટુ  ઝડપી પાડવામાં આવ્યો હતો,જે બાદ તેની કારની તલાશી લેવામાં આવતા ૪૮ બોટલ બિયર મળી આવી,જયારે બીટુની વધુ પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ બીજો જથ્થો લોઢવાડના ટેકરા ઉપર રહેતા નરેશને આપ્યો હોવાનું જણાવતા પોલીસે નરેશના મકાનમાં રેડ કરી તલાશી લીધી હતી પરંતુ દારૂ મળી આવ્યો ન હતો. 

જે બાદ પોલીસ ઘરના ખૂણેખુણા ની તલાસી લીધી પણ  દારૂનો જથ્થો મળી ના આવ્યો છેલ્લે પોલીસે મકાનની સિલિંગમાં એક જગ્યાએ લાઈટના બોક્સના સ્થાને ખાંચો નજરે પડતા પોલીસે નજર કરતા દારૂનો મોટો જથ્થો પકડી પાડયો હતો.અને આમ પોલીસે દારૂ ના વેચાણની વધુ એક તરકીબ ને પણ નિષ્ફળ બનાવી દીધી હતી.