એ ઠરાવને વહીવટી મંજૂરી ના આપવા કમિશ્નરને થઇ રજૂઆત..

ગઈકાલે સામાન્યસભામાં લેવાયો હતો નિર્ણય 

એ ઠરાવને વહીવટી મંજૂરી ના આપવા કમિશ્નરને થઇ રજૂઆત..

Mysamachar.in-જામનગર:

જામનગર મહાનગરપાલિકાની ગઈકાલે મળેલ સામાન્યસભામાં સૌથી કોઈ મહત્વનો મુદ્દો હોય તો તે બહુચર્ચિત જુનીયર ઈજનેર અમિત કણસાગરા ને સીધા જ કાર્યપાલક ઈજનેરના પદ પર નિમણુંક ને લઇ ને હતો,આ મુદો એજન્ડામાં આવતા વિપક્ષના સભ્યોએ પણ અલગ અલગ મુદ્દાઓ બોર્ડ સમક્ષ રજુ કરી અને આ ઠરાવ સામે વિરોધ નોંધાવ્યો હતો,તો આરટીઆઈ એક્ટીવીસ્ટ પ્રદ્યુમનસિંહ જાડેજા દ્વારા પણ આ મામલે કમિશ્નર અને મેયરને લીગલ નોટીસ પણ તેમના વકીલ દ્વારા આપવામાં આવેલ છે,તેમ છતાં પણ બહુમતીના જોરે શાશકોએ ગઈકાલની સામાન્યસભામાં અમિત કણસાગરાને કાર્યપાલક ઈજનેર ડ્રેનેઝ તરીકેના ઠરાવને મંજુર કર્યો છે,જે ઠરાવ ગેરકાયદેસર હોવાનો આક્ષેપ કરી  કમિશ્નરને પત્ર પાઠવી અને આ ઠરાવને વહીવટી મંજૂરી ના આપવા રજૂઆત કરવામાં આવી છે,જો કે જાણવા એવું પણ મળે છે કે આવનાર દિવસોમાં આ મામલો કોર્ટ સુધી પણ પહોચશે ત્યારે જોવું રહ્યું કે કમિશ્નર આ ઠરાવને વહીવટી મંજૂરી આપે છે કે કેમ.?