પરીક્ષામા વિદ્યાર્થીઓ કરતાં હતા ચોરી,શિક્ષકો હતા મોબાઈલમાં વ્યસ્ત,પછી શું થયું જાણો..

આમાં ક્યાંથી સુધરે શિક્ષણ નું સ્તર..?

પરીક્ષામા વિદ્યાર્થીઓ કરતાં હતા ચોરી,શિક્ષકો હતા મોબાઈલમાં વ્યસ્ત,પછી શું થયું જાણો..

mysamachar.in-જામનગર:

જામનગર જિલ્લામાં સરકારી પ્રાથમિક શિક્ષણનું સ્તર સુધારવા ના લાખ પ્રયાસો છતાં પણ શિક્ષણ નથી સુધરવા પામતું તેના કારણો સુધી પહોચી શકાતું નથી,અને સરકારી શાળાઓમાં તગડો પગાર મેળવવા છતાં પણ શિક્ષકો પોતાની ફરજ યોગ્ય રીતે અદા ના કરતા હોવાનું વધુ એક વખત આજે સ્પષ્ટ થયું છે.

વાત છે આજની જ કે જેમાં જિલ્લામાં સરકારી શાળાઓમા સત્રાંત પરીક્ષાઓ ચાલી રહી છે,ત્યારે જામનગર જિલ્લામાં આ પરીક્ષાઓ યોગ્ય રીતે યોજાઈ રહી છે કે કેમ તેનું આકસ્મિક ચેકિંગ કરવા માટે જીલ્લા પ્રાથમીક શિક્ષણાધિકારી ડી.પી.પટેલ અને નાયબ જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એચ.આર.હડિયા લાલપુર તાલુકાની કેટલીક શાળાઓની મુલાકાતે પહોચ્યા ત્યારે બે શાળાઓમાં ગંભીર બેદરકારીઓ પરીક્ષા દરમિયાન જણાઈ આવતા બે શાળાના ૨ આચાર્યો અને ૪ શિક્ષકો ને શિક્ષાત્મક કાર્યવાહી માટેની કારણદર્શક નોટીસ આપવામાં આવતા જીલ્લાના શિક્ષકો મા ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે,

હાલમાં ચાલી રહેલ સત્રાંત પરીક્ષાના ચેકીંગ દરમિયાન પડાણા પાટિયા અને પડાણા કન્યા શાળામાં જયારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે ગંભીર પ્રકારની ગેરરીતિઓ સામે આવી હોય તેમ વિદ્યાર્થીઓ ને પાયાથી પેપર મા ચોરી કરવાની છૂટ આપી દેવાઈ હોય તેમ  ખુલ્લેઆમ શિક્ષકોના ડર વિના વિદ્યાર્થીઓ એકબીજામા થી જોઈ જોઈને પરીક્ષાઓ આપી રહ્યા હતા,અને શિક્ષકો હાજર હોવા છતાં પણ તેમને આ બાબતને ગંભીરતા થી ના લીધું હોવાનું પણ સામે આવી રહ્યું છે,
ઉપરાંત પરીક્ષાઓ ને લઈને શાળામાં કોઈપણ પ્રકારની બેઠક વ્યવસ્થા પણ શાળા દ્વારા ઉભી કરવામાં આવી નહોતી તો અમુક શિક્ષકો તો મોબાઈલમાં પણ વ્યસ્ત મળી આવ્યા હતા,જેથી ચોંકી ઉઠેલા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી પટેલ દ્વારા બે શાળાના આચાર્ય અને ૪ શિક્ષકો ને કારણદર્શક નોટીસ આપી શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ તૈયારી દર્શાવી છે,

જીલ્લા પ્રાથમીક શિક્ષણ વિભાગ લાંબા સમય બાદ એક્શન મા આવી જતા જીલ્લાના શિક્ષણજગતમાં ફફડાટ ફેલાયો છે.