પબ્લીક સેવાના વિભાગોમા છાશવારે હડતાલ

 જનઆંદોલન ને પણ દાદ ન આપતી સરકાર

પબ્લીક સેવાના વિભાગોમા છાશવારે હડતાલ

Mysamachar.in-જામનગર:

હાલારના બંને જિલ્લામા પબ્લીક સેવાને લગતા વિભાગોના કર્મચારીઓ વારંવાર હડતાલ કરે છે  કે વિભાગોની નીતિરીતી સામે સંસ્થાઓ મંડળો ગૃપો ખેડુતો વગેરે આંદોલન કરે છે, આ તમામ બાબતોના મોટાભાગે તો કોઇ સુખદ ઉકેલ જ આવતા નથી, શિક્ષણ, આરોગ્ય, એસ.ટી., રેવન્યુ, પાણીપુરવઠા, પીજીવીસીએલ, બેંકો, બીએસએનએલ, આઇ.ટી.આઇ., સુધરાઇ વગેરે અનેક વિભાગોના કર્મચારીઓ તેમની માંગણીઓ માટે વારંવાર હડતાલ ઉપર ઉતરે છે, ત્યારે પ્રજાના કામ તો ટલ્લે ચડે છે ઉપરથી સમય શક્તિના બગાડ થાય છે,

બીજી તરફ હોસ્પીટલ સુવિધા, રોગચાળા, અવ્યવસ્થા, સહાય મેળવવા, ત્રાસ દુર કરવા, સલામતીના પ્રશ્ર્ને, પ્રદુષણમામલે, પરિવહન સેવા મામલે, જીવદયા મામલે, ભ્રષ્ટાચાર મામલે, સરકારી કચેરીઓના અંધેર વહીવટ મામલે વારંવાર લોકો આંદોલન  રેલી આવેદન ધરણા વગેરે કરે છે, આવા તમામ વિરોધ તે સરકારી કર્મચારીઓના હોય કે જન આંદોલનો હોય સરકાર દાદ આપતી નથી તેવુ ચિત્ર ઉપસ્યુ છે, લોકો પોતાના હક અને અધીકારો માટે લડત આપે છે, બાદમા મુદતો આપી હાલ પુરતી લડત સમેટાવી લેવાય છે, તેવી જરીતે સરકારી વિભાગોમા પણ કર્મચારીઓ પોતાના હક માટે લડે ત્યારે માત્ર ખાત્રી આપી શાંત પાડી દેવાય છે, ત્યારે આમા લોકશાહી પરંપરા જેવુ કશુ રહેતુ જ નથી કેમકે લોકોના હક લાભ સહાય સમયસાર ન મળે તે ન મળવા બરાબર જ છે, તેમજ હડતાલ રેલી આંદોલન કરનાર પણ થાકી ને કે અન્ય કારણોસર  ફોલોઅપ કરી શકતા નથી.