જામનગર અને દ્વારકા જીલ્લાના જળાશયોની સ્થિતિ 

દ્વારકામાં એક માત્ર ડેમ ૧૦૦% ભરાયો છે.

જામનગર અને દ્વારકા જીલ્લાના જળાશયોની સ્થિતિ 

Mysamachar.in-જામનગર:દેવભૂમિ દ્વારકા:

જામનગર શહેર અને જિલ્લામાં આ વર્ષ કુદરતે ભારે મહેર કરી છે, અને મોટાભાગના જળાશયો મા નોંધપાત્ર પાણીની આવક થઇ છે, તો દ્વારકા જિલ્લામાં ચોમાસું એકંદરે નબળું રહેવા પામ્યું છે,જો જામનગરના જળાશયોની સ્થિતિની વાત કરવામાં આવે તો જામનગર જીલ્લાના પન્ના, ફોફળ-૨, ઉંડ-૩, રંગમતી, ઉંડ-૧, કંકાવટી, ઉંડ-૨, વોડીસંગ, ઉંડ-૪ આં તમામ ડેમો ૧૦૦% ભરાઈ ચુક્યા છે, જયારે બાલભડી અને ઉમીયાસાગર ડેમ ૯૦% પહોચ્યા છે, 

દ્વારકા જિલ્લામાં પણ રહી રહીને મેઘરાજા મહેરબાન થઇ રહ્યા છે, છતાં પણ જોઈએ તેટલો વરસાદ જિલ્લામાં ના નોધાતા જિલ્લાનો એક માત્ર ડેમ ૧૦૦% ભરાયો છે, જયારે અન્ય ડેમોની હાલની સપાટી કેટલી ભરાયેલી છે, તેના પર નજર  કરીએ તો...વર્તુ-૧ ડેમ ૧૮.૨૧ ફૂટ, સોનમતી ૯.૦૨ ફૂટ, મીણસાર વાનાવડ ૧૮ ફૂટ, વેરાડી-૨ ૧૪.૪૪, વેરાડી-૧ ૧૬.૯૦ ફૂટ, કબરકા ૧૪.૧૧ ફૂટ, સિંહણ ૧૪ ફૂટ, ભરાયેલા છે જયારે જિલ્લાનો એકમાત્ર વેરડી-૧ ડેમ ૧૦૦% ભરાયો છે.