રાજ્યસરકારની જાહેરાત, શું મળી છૂટ અને શું પ્રતિબંધ

આવતીકાલથી પાન માવાની દુકાનો પણ કાલથી ખુલી જશે

રાજ્યસરકારની જાહેરાત, શું મળી છૂટ અને શું પ્રતિબંધ

Mysamachar.in-ગાંધીનગર

ગઈકાલથી જ દરેક ગુજરાતીઓ જેની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા કે લોકડાઉન 4 દરમિયાન રાજ્યના જિલ્લાઓમાં શું છૂટછાટ મળશે અને શું પ્રતિબંધ રહેશે, આજે દિવસભર ગાંધીનગર ખાતે સી.એમ.સહિતના ઉચ્ચ અધિકારીઓની ચાલેલી બેઠકો બાદ રાજ્યમાં છૂટછાટ અંગેની ઘોષણાઓ કરી દેવામાં આવી છે, આજે રાજ્ય સરકારે નિર્ણયો લીધા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લોકોને સંબોધન કરતા કહ્યું કે....કન્ટેમેન્ટ અને નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમાં વહેચી દેવામાં આવ્યું છે. અને તેના આધારે સ્થાનિક કલેકટર અને કમિશ્નર ઝોન જાહેર કરશે, કન્ટેન્ટમેન્ટ ઝોનમાં આવશ્યક સેવાઓ સિવાય કોઈ છૂટછાટ આપવામાં આવશે નહિ અને આવશ્યક સેવાઓ સવારે 8 થી બપોરે ૩ સુધીની માત્ર  છૂટ આપવામાં આવશે.

-નોન કન્ટેમેન્ટ ઝોનમા દુકાનો સવારે 8 થી 4 ખુલી શકશે પણ ઓડ ઇવન પદ્ધતિ લાગુ રહેશે
-સાંજના 7 થી સવારે 7 સુધી કર્ફ્યું રહેશે
-શાળા કોલેજ ટ્યુશન કલાસીસ બંધ રાખવામાં આવશે
-અમદાવાદ અને સુરત સિવાય ઓટો રીક્ષાચાલુ કરવામાં આવશે,જ્યાં રીક્ષાઓ ચાલુ થશે ત્યાં વધુમાં વધુ બે પેસેન્જર બેસાડવાના રહેશે
-સમગ્ર ગુજરાતમાં એસટી બસો શરુ થશે પણ  અમદાવાદમાં બસોની અવરજવર રહેશે નહિ
-લગ્નપ્રસંગમાં 50 વ્યક્તિઓ નિયમો સાથે લગ્નસમારોહ કરી શકાશે
-અંતિમસંસ્કાર વિધિમાં 20 લોકો હાજર રહી શકશે
-ટોળા કર્યા વિના પાન માવાની દુકાનો શરુ થઇ શકશે, અને ત્યાંથી વસ્તુઓ લઈને જતુ રહેવાનું રહેશે
-વાણંદ એટલે કે સલુનની દુકાનો ખુલશે,ત્રણ થી વધુ વ્યક્તિઓએ એકઠા ના થવું અને સોશ્યલ ડિસ્ટન્સ રાખવું 
-રેસ્ટોરન્ટ હોમ ડીલેવરી કરવા માટે ખુલ્લા રહેશે
-33 %સ્ટાફ સાથે ઓફીસો શરુ કરી શકાશે
-જાહેરમાં થુંકનાર અને માસ્ક નહી પહેરનારને 200 રૂપિયાનો દંડ કરવામાં આવશે

આમ આજે થયેલ જાહેરાતોમાં નોન કન્ટેન્ટમેન્ટ ઝોનમા મોટાભાગની સરકારે છૂટછાટ આપી ગુજરાતને ધબકતું કરવાનો પ્રયાસ કર્યો છે.જયારે કન્ટેન્ટમેન્ટ ઝોનમા કેટલાક નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ હવે જે તે જીલ્લા કલેકટર આ અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરશે અને તેની અમલવારી કાલથી શરુ થશે.