રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ પ્રાથમિક શિક્ષકોના મહત્વના મુદાઓ પર કરી ખાસ વાતચીત...

ઇન્ટરવ્યું સાંભળવા વિડીયો પર ક્લીક કરો

mysamachar.in-જામનગર 

રાજ્યની ૩૫૦૦૦ જેટલી શાળાઓના ૨.૨૫ લાખ જેટલા પ્રાથમિક શિક્ષકોનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા એટલે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ....જે રાજ્યનું સૌથી મોટું સરકારી કર્મચારી યુનિયન છે,રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકે સતત બીજી વખત ચૂંટાઈ આવનાર મૂળ જામનગરના દિગ્વિજયસિંહ જાડેજા(દિગુભા) એ mysamachar.in  ની શુભેચ્છા મુલાકાત લીધી,તેમની સાથે જામનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા,

દિગુભા જાડેજા એ પોતાની ખાસ મુલાકાત દરમિયાન આપેલા ઇન્ટરવ્યુમાં પ્રાથમિક શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાય લેવામાં આવતી કામગીરીઓ,તેના કારણે શિક્ષણ પર અસર,રાજ્યમાં શિક્ષણનું ખાનગીકરણ,ફિક્સ પગારનો સમયગાળો સળંગ કરવા,જૂની અને નવી પેન્શન યોજના,ઉચ્ચ પ્રાથમીક શિક્ષકોના અલગ પગાર ધોરણ સહિતના કેટલાય મુદાઓ પર દિગુભા એ દિલખોલીને mysamachar.in સાથે ખાસ વાતચીત કરી છે તે સાંભળવા ઉપર આપેલ વિડીયો પર ક્લીક કરો.