ક્રિકેટના સટ્ટા પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

મોટું નેટવર્ક ખૂલવાની શક્યતા

ક્રિકેટના સટ્ટા પર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો

Mysamachar.in-રાજકોટ:

હાલમાં IPL 20-20ની ક્રિકેટ મેચો ચાલી રહી છે, ત્યારે IPL મેચ પર ગુજરાતમાં સટ્ટાનું રેકેટ વધવા લાગ્યું હોય તેમ એક બાદ એક સટ્ટાઓ ઝડપાઇ રહ્યા છે,ક્યાંક પોલીસની મીઠી નજર હેઠળ તો ક્યાંક છાને ખૂણે સટ્ટા બેટિંગ ચાલી રહ્યું છે,ત્યારે આજે બપોરના સુમારે સ્થાનિક પોલીસને અંધારામાં રાખીને રાજકોટના રામકૃષ્ણનગરમાં સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ક્રિકેટના સટ્ટા પર દરોડો પાડવામાં આવ્યો છે,

રામકૃષ્ણ નગરમાં આવેલ એક એપાર્ટમેંટમાં ઘરની અંદર મોબાઈલ,લેપટોપ અને ટીવીની મદદ વડે સટ્ટો રમાડાતો હોવાની માહિતી પરથી આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ અહી ત્રાટકી હતી અને IPL પર ક્રિકેટ સટ્ટાનું બેટિંગ લેતા ૪ શખ્સોની અટકાયત કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે, 

હાલ પણ આ કાર્યવાહી સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલી રહી છે,મળતી માહિતી મુજબ સચિન બુકીની અટકાયત કરી લેવામાં આવી છે,જ્યારે અનેક મોટા બુકીઓના નામ ખુલે તેવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે.