રાજ્યમંત્રી હકૂભા જાડેજા નવરાત્રિના નવ દિવસ કરે છે અનુષ્ઠાન, હવન માટે પોતે જ તૈયાર કરે છે કુંડ..

રાજ્યમંત્રી હકૂભા જાડેજા નવરાત્રિના નવ દિવસ કરે છે અનુષ્ઠાન, હવન માટે પોતે જ તૈયાર કરે છે કુંડ..

Mysamachar.in-જામનગર:

જામનગરના ધારાસભ્ય અને રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી હકૂભા જાડેજા તેની સરળતા અને સાદગીને લઈને જાણીતા છે, સતત વ્યસ્ત જીવન વચ્ચે મતદારોના પ્રશ્નો અને  વિસ્તારના કામો સાથે તેવો એક સાધારણ જીવન જીવવાના આગ્રહી છે ,જેનાથી સૌ કોઈ પરિચિત છે, શ્રાવણ માસ દરમિયાન તેવો દરરોજ બિલ્વપત્રો થી શિવજીની અનોખી પૂજા કરે છે તે જ રીતે મંત્રી હકૂભા જાડેજા નવરાત્રી દરમિયાન પોતાના વતન ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામે નવ દિવસ માતાજીના અનોખા અનુષ્ઠાન કરે છે, તેવો છેલ્લા નવ વર્ષથી માતાજીના મંદિરે તેવો આ રીતે જ અનુષ્ઠાન કરે છે, માતાજીની  આરાધના તેવો સામાન્ય વ્યક્તિ ની જેમ નીચે જમીન પર જ સૂવું, માટલાનું પાણી પીવું વગેરે રીતોથી કરે છે અને આઠમ હવન ના દિવસે જાતેજ હવન કુંડ તૈયાર કરી શારદાપીઠ ના વિદ્વાન બ્રાહ્મણો ના શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે માતાજીની આરાધના કરે છે.