સ્વતંત્રતા,સ્ત્રી અને સમાજ પર કાજલઓઝા વૈધ નું યોજાશે વક્તવ્ય

મહિલાઓ માટે પાસમાં ખાસ ડિસ્કાઉન્ટ

સ્વતંત્રતા,સ્ત્રી અને સમાજ પર કાજલઓઝા વૈધ નું યોજાશે વક્તવ્ય

mysamachar.in-જામનગર

જામનગરના જ અનિરુદ્ધસિંહ ભડોરિયા પ્રસ્તુત ગુજરાત અને દેશ વિદેશમાં ખ્યાતી પામેલ જાણીતા લેખિકા કાજલ ઓઝા વૈધના શબ્દોમાં આગામી તારીખ ૧૯ ઓગસ્ટના રોજ શહેર ના ટાઉનહોલ ખાતે રાત્રીના ૯થી૧૨ દરમિયાન સ્વતંત્રતા,સ્ત્રી અને સમાજ વિષય પર જાણીતા લેખિકા કાજલ વૈધ મહિલાઓમા જાગૃતિ અર્થે  પોતાના વિચારો રજુ કરશે

આ કાર્યક્રમ ના ઓર્ગનાઈઝર પુજાબેન નકુમ અને અલ્કાબેન ભડોરિયા એ આજના સમયમાં સ્ત્રી શશક્તિકરણ પર વધુ ભાર મુકવા અને મહિલાઓ કાજલબેનને વધુમાં સાંભળવા આવે તે માટે આ કાર્યક્રમ ના એન્ટ્રીપાસ માટે ખાસ ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે,જામનગરના આંગણે યોજાઈ રહેલ આ કાર્યક્રમ ના સોશિયલ મીડિયા પાર્ટનર તરીકે mysamachar.in રહેશે

પાસ મેળવવા ઇચ્છુક લોકો એ રસોઈશોપ,જીગઆર્ટ ૧૪૨/૧૪૩ નિયો સ્ક્વેર મા સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે..