અજીબોગરીબ કિસ્સો, પુત્રએ કહ્યું- 'પિતા મને સ્વીકારતા નથી'

જાણો પછી હાઇકોર્ટે શું હુકમ આપ્યો

અજીબોગરીબ કિસ્સો, પુત્રએ કહ્યું- 'પિતા મને સ્વીકારતા નથી'
ફાઇલ તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

હાઇકોર્ટમાં અજીબોગરીબ અરજી થતા ભારે ચર્ચા જાગી હતી. અમદાવાદના ઓઢવમાં રહેતા 38 વર્ષિય એક વ્યક્તિએ અરજી કરી કે તેના પિતા સ્વીકારતા નથી, આ માટે ડીએનએ ટેસ્ટ કરાવવો છે. અરજીને ધ્યાને રાખી ફેમિલી કોર્ટે ડીએનએ ટેસ્ટ કરાવવાનો હુકમ કર્યો હતો, જો કે આ હુકમને પિતાએ હાઇકોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ હાઇકોર્ટે પુત્રની તરફેણમાં હુકમને ગ્રાહ્ય રાખ્યો હતો. હર્ષદે ફેમિલી કોર્ટમાં કેસ કર્યો હતો કે 85 વર્ષિય ભોગીલાલ મારા પિતા છે, પરંતુ તેઓ મને પુત્ર ગણતા નથી, જ્યારે સામા પક્ષે ભોગીલાલે હાઇકોર્ટમાં અરજી કરી કે મારે કોઇ અનૈતિક સંબંધ નથી અને મારે બીજી પત્ની નથી. હાઇકોર્ટમાં કરેલી અરજીમાં જણાવવામાં આવ્યું કે ભોગીલાલના પત્ની રમીલાબેનના પતિ મગનભાઇનું અવસાન થતા બે દીકરીને અપનાવવાની શરતે ભોગીલાલ સાથે લગ્ન થયા હતા. બે વર્ષ બાદ હર્ષદનો જન્મ થયો. હવે ભોગીલાલનું કહેવું છે કે હર્ષદ તેનો પુત્ર નથી. સમગ્ર મામલે કોર્ટે દૂધનું દૂધ ને પાણીનું પાણી કરવા ડીએનએ ટેસ્ટ કરવો હુકમ કર્યો છે.