સોમનાથની હોટલ લોર્ડસને બેસ્ટ બજેટ હોટલ એવોર્ડ એનાયત

સોમનાથની હોટલ લોર્ડસને બેસ્ટ બજેટ હોટલ એવોર્ડ એનાયત

Mysamachar.in-ગીર સોમનાથ:

ગુજરાત રાજ્યના પ્રવાસન વિભાગ દ્વારા તા.૮ જાન્યુઆરી ૨૦૧૯ના દિને અમદાવાદના રીવર ફ્રન્ટ પર રાજ્યના પ્રવાસન વિભાગને વેગ આપવા યોજાયેલા વાર્ષિક સમારંભમાં રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલના હસ્તે સોમનાથની ખૂબ જ જાણીતી હોટલ લોર્ડસને બેસ્ટ બજેટ અધર સિટીનો એવોર્ડ પ્રાપ્ત થયો છે.

હોટલ લોર્ડસના સંચાલકો રાકેશ બારાઈ, નિરવ સામાણી, દીપ બારાઈએ આ એવોર્ડ સ્થળ ઉપર સ્વીકાર્યો હતો.દ્વારકાના જ વતની અને હોટલ એસોસિએશનના પ્રમુખ નિર્મલ સામાણી પણ આ હોટલના એમ.ડી. હોય તેમણે ગુજરાત પ્રવાસન વિભાગનો એવોર્ડ આપવા માટે આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં જણાવ્યુ હતું કે આવનાર સમયમાં પણ હોટલ લોર્ડસ યાત્રીઓની સુવિધાઓને લઈને કોઈ કચાશ ના છોડીને સફળતાના શિખરો ઉતરોતર સર કરશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.હોટલ લોર્ડસના સંચાલકો મૂળ જામનગર અને દ્વારકાના હોય આ એવોર્ડ પ્રાપ્ત થતા ના માત્ર ગીર સોમનાથ પણ જામનગર અને દ્વારકાના ગૌરવમાં પણ વધારો થયો છે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.