અમુક કમ્પ્લીશન વખતે અપાયેલા ફાયર  NOC શંકાના દાયરામા

રીન્યુઅલ નું શું.?

અમુક કમ્પ્લીશન વખતે અપાયેલા ફાયર  NOC શંકાના દાયરામા

Mysamachar.in;જામનગર:

કોર્પોરેશનની ટાઉનપ્લાનીંગ શાખા દ્વારા નવા બાંધકામ રિનોવેશન વગેરે વિકાસ કામોમા  નિયમ મુજબ અને અગાઉના વખતો-વખતના કાયદા જોગવાઇઓ વગેરે મુજબ ફાયર વિભાગનુ NOC ફરજીયાત છે,માટે  કમ્પ્લીશન પહેલા તેનો આગ્રહ રખાય છે,હવે મજાની બાબત એ છે કે ફાયર શાખા આવા NOC આપવા માટે અરજદારોને ખાસ કિસ્સામા વિશેષ સવલત આપતુ આવ્યુ છે,જેમ કે  ફાયર સેફટીના સાધનો ટીંગાડેલા હોય તેવા ફોટા કે રોજકામ થઇ જાય બાદમા ત્યા કશી સુવિધા ન હોય મંજુરી પુરતુ જ રખાયુ હોય આ બાબતથી લગત વિભાગ અજાણ હોય તેવુ બને નહી અને તેવુ માનવા ને કોઇ કારણ જ નથી માટે અમુક NOC શંકાના દાયરામા હોવાની અને તેની તપાસ કરવાની સુત્રો માહિતી આપી રહ્યા છે,

આ બાબતની ખરાઇ કરવી હોય તો અત્યાર સુધી જેટલા કમ્લીશન માટે ફાયરના NOC અપાયા હોય તે તમામ સ્થળોની તપાસ થાય તેમજ વીડીયોગ્રાફી થાય તેમજ કદાચ સાધન હોય તો તેની તારીખ તપાસ,પુરતા છે કે કેમ તે ચેક થાય તો સમગ્ર રમત ખુલ્લી પડે તેમ છે,પરંતુ આ માટે જહેમત ઉઠાવવી પડે છે,

જોકે અમુક જાગૃત સંસ્થા અને નાગરિકો  નગરજનોના હિતમા આ અંગે ઝુંબેશ ઉપાડવા માર્ગદર્શન મેળવી રહ્યા છે,કે આ "ગઠબંધન" ખુલ્લુ કેમ પડે આવા જાગૃત નાગરિકોએ વિગત મળે તે પુરી પાડવાની તૈયારી દર્શાવી છે,ખાસ મુદો એ છે કમ્પ્લીશન વખતે અપાતા ફાયર NOC માં થી અમુક બારોબાર અપાયા હોય શંકાના દાયરામા છે,અને એટલે જ એવા NOC ના રીન્યુઅલ બાબતે આસામી કે ફાયર શાખા કોઇ ગંભીરતા લેતુ જ નથી,આ બાબત જોખમી અને તપાસ માંગનારી હોવાનુ પણ સુત્રો જણાવે છે

સાચી વિગતો કોના દબાણથી છુપાવાય છે?

ફાયરશાખાના સ્ટાફ ઉપર અધિકારીનુ દબાણ છે કે નોટીસ,NOC, આપી છે,ત્યા વપરાશ ચાલુ છે કે બંધ છે...વગેરે....વિગત જાહેર કરવી નહી,ખાનગી છે....તેવી કડક સુચના હશે..કે શુ? કેમ કે અનેક સ્વૈચ્છીક સંસ્થાઓ,આર.ટી.આઇ એક્ટીવીસ્ટો ,જાગૃત નાગરિકો, જાણવા ફોન કરે છે તેમને વિગતો અપાતી નથી નહી તો હાલ ૯૫૮ નોટીસ,૨૫૦ થી વધુ ફોર્મ વિતરણ,૧૫૦ થી વધુ ફોર્મ પરત આવ્યા અને ૪૫ ને NOC અપાઇ છે...તે વિગત લોકો સમક્ષ જાહેર કરવામા ફાયરશાખા ને શુ નડતુ હશે? કોનુ દબાણ હશે?જાહેર સુખાકારીની વિગતો ઉપર પ્રતિબંધનો અંકુશ પ્રજાજનોમા ચર્ચાનો વિષય બન્યો છે,કેમ કે હાલની ઝુંબેશ જ માત્ર નહી અગાઉની કમ્પ્લીશન વખતથી  માંડી અત્યાર સુધીની તમામ NOC ની વિગત મંગાય છે,માટે પણ કદાચ છુપાવાતી હોય તેવી આશંકા અમુક લોકોએ આ સંપુર્ણ વિગતો આપતી વખતે પ્રગટ કરી છે.