અમદાવાદની એક યુવતી રહસ્યમય રીતે ગુમ, સોશિયલ મીડિયામાં શરૂ થયું અભિયાન

કોણ છે આ યુવતી ?

અમદાવાદની એક યુવતી રહસ્યમય રીતે ગુમ, સોશિયલ મીડિયામાં શરૂ થયું અભિયાન
ગુમ થયેલી યુવતી

Mysamachar.in-અમદાવાદઃ

અમદાવાદમાં એક યુવતી રહસ્મય રીતે ગુમ થવાની વાતથી ભારે ચકચાર મચ્યો છે. જાણીતી અભિનેત્રી સોહાઅલી ખાને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપીલ કર્યા બાદ સમગ્ર મામલો સામે આવ્યો અને ત્યારબાદ અમદાવાદીઓ આ યુવતીને શોધવા માટે પોલીસને અપીલ કરી રહ્યાં છે. પ્રાપ્ત વિગત પ્રમાણે જાણીતી ફિલ્મ અભિનેત્રી સોહા અલી ખાને પોતાના ટ્વીટર પર એક પોસ્ટ મુકી અમદાવાદમાં ગુમ થયેલી વૃષ્ટી નામની યુવતીને શોધવા માટે અપીલ કરી હતી. સોહાની અપીલ બાદ દેશભરમાં સોશિયલ મીડિયા પર વૃષ્ટીને શોધવા માટે અભિયાન શરૂ થયું છે.

કોણ છે આ યુવતી ?

સ્થાનિક રિપોર્ટ પ્રમાણે વૃષ્ટી અમદાવાદના બોડકદેવ વિસ્તારમાંથી ગુમ થઈ હતી. તેણીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ફેશન ડિઝાઇર, પત્રકાર તરીકેની ઓળખ આપી છે. વૃષ્ટીના ગુમ થવાનું રહસ્ય ઘેરાતું જઈ રહ્યું છે. વૃષ્ટીને ઓળખનારા કેટલાક લોકો સોશિયલ મીડિયા પર તેની તસવીર સાથે પોસ્ટ કરી પોલીસને શોધખોળ કરવા માટે અપી કરી રહ્યાં છે. 

વૃષ્ટી સાથે તેનો એક મિત્ર પણ ગાયબ !

ન્યૂઝ વેબસાઇટના રિપોર્ટ પ્રમાણે વૃષ્ટીની સાથે એક શિવમ પટેલ નામનો એક યુવક પણ ગાયબ છે. વૃષ્ટીના નાના અભય કોઠારીએ જણાવ્યું હતું કે વૃષ્ટી 24 વર્ષની છે અને તે ફેશન ડિઝાઇનર છે. હાલમાં તે બોડકદેવમાં રહે છે. છેલ્લે વૃષ્ટી શિવમ પટેલ નામના યુવકને મળવા ગઈ હતી ત્યારથી શિવમ પણ ગાયબ છે. વૃષ્ટીની માતા વિદેશ છે અને તેણે ઇન્સ્ટાગ્રામ પર શોધવા માટે અપીલ કરી હતી. નવરંગપુરા પોલીસ મથકમાં વૃષ્ટીના ગુમ થયાની ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હતી જોકે, પોલીસે હજુ સુધી ફરિયાદ દાખલ કરી નથી.