24 કલાકમાં શહેરમાં તમાકુ, ગુટખાની બે દુકાનોને નિશાન બનાવતા તસ્કરો

આ કયાંક વ્યસનીઓ તો નથી ને.?

24 કલાકમાં શહેરમાં તમાકુ, ગુટખાની બે દુકાનોને નિશાન બનાવતા તસ્કરો

Mysamachar.in-જામનગર

જામનગરમાં લોકડાઉનના બીજા તબક્કાના અંતિમ દિવસોમાં પાન,બીડી, તમાકુનું વ્યસન ધરાવનારા લોકોનો મિજાજ સાતમાં આસમાને પહોંચ્યો છે, વ્યસન પૂર્ણ નહિ થતા હોવાથી તેમજ ખિસ્સામાં નાણાં ખૂટી ગયા હોવાથી આવા વ્યસનીઓએ કદાચ હવે ગેરમાર્ગે અપનાવ્યો છે, અને 24 કલાકમાં શહેરના અલગ અલગ બે સ્થળો પર બીડી તમાકુની દુકાનોમા ચોરી કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે, ગઈકાલે શહેરના કાલાવડ નાકા બહાર આવેલા કલ્યાણ ચોકની એક દુકાનમાં બાકોરું પાડીને ચોરી થયા બાદ ગતરાત્રીના જ સાધના કોલોનીમાં અશોક સ્ટોર નામની દુકાનની બારીની ગ્રીલ તોડી તસ્કરોએ દુકાનમાંથી ૧૩૮ તમાકુ બાબુ પાર્સલ સહિતની ચીજવસ્તુ મળી રૂપિયા 26200 કિંમતની માલમત્તા ચોરી ગયાની ફરિયાદ દુકાનદાર રાજુ નથવાણીએ પોલીસમાં નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.