ફૂલ સ્પીડમાં જતી જીપનો થયો અકસ્માત, 6નાં મોત અને 12 ઘાયલ

ડ્રાઇવરને ઝોંકુ આવ્યું હોવાની ચર્ચા

ફૂલ સ્પીડમાં જતી જીપનો થયો અકસ્માત, 6નાં મોત અને 12 ઘાયલ

Mysamachar.in-મહેસાણાઃ

મહેસાણામાં વહેલી સવારે હાઇવે રક્તરંજીત બન્યો હતો. અહીં ખેરાલુ-સિદ્ધપુર રોડ પર ચાલકે કાબુ ગુમાવતા જીપ ઝાડ સાથે અથડાતાં 5 લોકોનાં ઘટના સ્થળે જ મોત નીપજ્યાં છે જ્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મૃત્યુ થતા મૃત્યુઆંક છ થયો હતો, જ્યારે 12થી વધુ લોકોને ઇજા પહોંચી હોવાના અહેવાલ છે. બનાવની જાણ થતાં સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. મૃતકોમાં એક સાત વર્ષની બાળકીનો પણ સમાવેશ થાય છે. જીપમાં 20 જેટલા લોકો સવાર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

પ્રાથમિક તપાસમાં કહેવામાં આવી રહ્યું છે કે જીપમાં ખેડબ્રહ્માના મજૂરો સવારી કરી રહ્યાં હતા.મલેકપુરથી સિદ્ધપુર તરફ જઇ રહ્યાં હતા ત્યારે ચાલકને ઝોંકુ આવી ગયું અને તેણે જીપ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને જીપ ઝાડ સાથે અથડાઈ હતી. લોકોનું કહેવું છએ કે, ડ્રાઇવર પૂરપાર જીપ હંકારી રહ્યો હતો. તેને વહેલી સવારે ઝોંકુ આવી જતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.  પોલીસે ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યાવાહી હાથ ધરી છે.