ફુલડોલ ઉત્સવ અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં શ્રીજી દર્શનનો કાર્યક્રમ

ફુલડોલ ઉત્સવ અંતર્ગત દ્વારકાધીશ મંદિરમાં શ્રીજી દર્શનનો કાર્યક્રમ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા. 

જગતમંદિર દ્વારકા સાથે લાખો કરોડો ભાવિકોની આસ્થા સંકળાયેલી છે, અહી વર્ષમાં ઉજવાતા બે મુખ્ય તહેવારો જન્માષ્ટમી અને ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનું જાણે ઘોડાપુર ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળે છે, ત્યારે આગામી તા.૧૦-૩-૨૦૨૦ને મંગળવારના દિવસે ફુલડોલ ઉત્સ્વ હોવાથી દ્વારકાધિશ મંદિરમાં શ્રીજી દર્શનનો કાર્યક્રમ સમિતિ દ્વારા જાહેર કરવામાં આવ્યા મુજબ આ પ્રમાણે છે.જેમાં મંગળા આરતી સવારે ૬-૦૦ કલાકે, ૦૧-૦૦ કલાકે અનોસર(મંદિર બંધ), ઉત્સંવ આરતી બપોરે ૨-૦૦ કલાકે, ઉત્સ૧વ દર્શન બપોરે ૨-૦૦ થી ૩-૩૦ કલાક સુધી, ઉથ્થામપન દર્શન સાંજે ૫-૩૦ કલાકે રાત્રે ૯-૪૫ કલાકે અનોસર (મંદિર બંધ) તો સ્થાનિક પ્રશાશન દ્વારા મોટી સંખ્યામાં આવનાર યાત્રીઓને કોઈ દુવિધા ના પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ ગોઠવી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.