ધ્રોલ તાલુકા ક્ષત્રિયસમાજ  દ્વારા પરંપરાગત  શસ્ત્ર પુજન કરવામાં આવ્યું...

ધ્રોલ તાલુકા ક્ષત્રિયસમાજ  દ્વારા પરંપરાગત  શસ્ત્ર પુજન કરવામાં આવ્યું...

Mysamachar.in-જામનગર:

દશેરાના દિવસે ધ્રોલ ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્રપુજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના ભાઈઓ જોડાયા હતા, ધ્રોલ ખાતે ક્ષત્રિય સમાજની યુવા ટીમ દ્વારા આ આયોજન સફળતા પુર્વક કરવામાં આવેલ જેમાં સાંજે બહેનો માટે રાસ ગરબાનો કાર્યક્રમ અને ભોજનનું પણ આયોજન કરવામાં આવેલ, આ પ્રસંગે ક્ષત્રિય સમાજના ઓલ ઈન્ડિયા પ્રમુખ પી.ટી. જાડેજા, ધ્રોલ ક્ષત્રિય સમાજના પ્રમુખ પ્રવિણસિંહ જાડેજા, ધ્રોલ રાજપુત છાત્રાલયના પ્રમુખ પી.એસ. જાડેજા, ધ્રોલ તાલુકા ભાજપના પ્રમુખ રાજભા જાડેજા, દિલીપસિંહ જાડેજા, અનોપસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા મોટાવાગુદડ તેમજ આ કાર્યક્રમ તેવોએ ખુબ જહેમત ઉઠાવી હતી, ઉપેન્દ્રસિંહ જાડેજા, ગજેન્દ્રસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ ઝાલા, દિગુભા જાડેજા (પ્રમુખ ધ્રોલ કરણીસેના) રાજભા જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, અનિરૂધ્ધસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા, પ્રવિણસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, ગિરિરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, તેમજ જોડીયા તાલુકાના અને પડધરી તાલુકાના અને અન્ય ક્ષત્રીય સમાજ ના આગેવાનોએ પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.