શંકરસિંહ વાઘેલાની NCPમાં એન્ટ્રી

શું અન્ય નેતાઓ પણ જોડાશે?

શંકરસિંહ વાઘેલાની NCPમાં એન્ટ્રી

Mysamachar.in-ગાંધીનગર:

લોકસભાની ચૂંટણીઓને લઇને ક્યાંકને ક્યાંક દેશની સાથે સાથે ગુજરાતનું રાજકારણ પણ દિવસે ને દિવસે ગરમાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.એવામાં ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા આજે વિધિવત રીતે NCPમાં જોડાઇ જતાં ગુજરાતનાં રાજકારણમાં આગામી સમયમાં ચોક્કસથી કઈક ઉથલપાથલ થશે તેવા એંધાણો જોવામાં આવી રહ્યા છે,

લાંબા સમયથી એવી અટકળો ચાલી રહી હતી કે શંકરસિંહ વાઘેલા છે તે કયા પક્ષમાં જોડાશે અને ક્યાંક ને ક્યાંક તેઓ NCPમાં જોડાશે તેવી વાત સામે આવી રહી હતી. પરંતુ તે વાતને સત્તાવાર સમર્થન મળ્યું ન હતું, પરંતુ આજે બપોરે ૩ કલાકે ગાંધીનગર ખાતે NCP અધ્યક્ષ શરદ પવાર સહિતના નેતાઓની હાજરીમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં શરદ પવારે શંકરસિંહ વાઘેલાને NCPનો ખેસ પહેરાવતા બાપુ કયા પક્ષમાં જોડાશે તે વાત પર પૂર્ણ વિરામ મુકાઇ ચૂક્યો છે,

બાપુ તો એનસીપીમાં ગયા, પરંતુ બાપુના સમર્થક નેતાઓમાંથી કેટલાક નેતાઓ વિધાનસભાની ચૂંટણી સમયે ભાજપમાં જોડાયા હતા, તો તે નેતાઓ પણ શું આગામી સમયમાં બાપુના માર્ગે ચાલશે કે પછી સ્થિતિ યથાવત રહેશે તે પણ ચર્ચાનો મુદ્દો બન્યો છે,આગામી લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે હવે કેવા અને કયા સમીકરણો ગુજરાતમાં બને છે તે જોવું પણ રહેશે

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.