Mysamachar.in-જામનગર:
જામનગરના પોષ વિસ્તાર માનવામાં આવતા ડીકેવીસર્કલ, વિરલબાગ, જોગર્સપાર્ક, અંબાવિજયસોસાયટી સહીતના વિસ્તારોમાં આવારા શખ્સોનો ત્રાસ દિનપ્રતિદિન વધી રહ્યો હોય તેમ લાગે છે, એવામાં વિરલબાગ નજીકથી જામનગરમાં જ વસવાટ કરતી પૂજા પરમાર નામની યુવતી રીક્ષામાં બેસીને પસાર થઇ રહી હતી ત્યારે યુવતી પોતાની સાથે વાતો ના કરતી હોવાની વાતનો ખારરાખીને ગજનવાઘેલા, દીપક પરમાર, વિનોદ સોઢા અને કવા વાઘેલા નામના શખ્સોએ પૂજા જયારે જતી હતી ત્યારે હાથમા લાકડાના ધોકા સાથે ગેરકાયદેસર અવરોધ કરી તેણીને ગાળો આપી ધોકાથી માર મારી મુઢ ઈજા પોહચાડી જાનથી મારી નાખવાની ધમકી આપી અને મોબાઈલ ફોનનો ઘા કરી નુકશાન કર્યાની ફરિયાદ સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.