શરમ કરો આરોગ્ય વિભાગ, ડેન્ગ્યુંમા ત્રીજું મોત 

દાવા મુકો કામ કરો 

શરમ કરો આરોગ્ય વિભાગ, ડેન્ગ્યુંમા ત્રીજું મોત 

Mysamachar.in-જામનગર:

જામનગર શહેર અને જિલ્લાનું આરોગ્ય વિભાગ હવે પ્રસિદ્ધિ પૂરતા ફોટાઓ પડાવવામાં થી બહાર આવીને નક્કર કાર્યવાહી કરે તે જરૂરી લાગે છે, (નક્કર કામગીરી કેટલી થાય છે તે બધાને ખબર છે) એક અઠવાડિયામાં જ આજે ડેન્ગ્યું પોજીટીવ ત્રીજા દર્દીનું જી.જી.હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે, છતાં પણ આરોગ્ય તંત્ર ને શરમ જેવું જ નથી, અઠવાડિયા પૂર્વે જ બે દર્દીઓના મોત ડેન્ગ્યું પોજીટીવમા થયા હતા, ત્યારે આજે શાપર ગામે રહેતા ૫૮ વર્ષીય વૃદ્ધા નું સારવાર દરમિયાન ડેન્ગ્યું પોજીટીવ થી મોત નીપજ્યું છે, અને હજુ પણ ડેન્ગ્યું પોજીટીવના માત્ર જી.જી.હોસ્પિટલમાં અંદાજે ૮૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે, ખાનગી હોસ્પિટલો અલગ ત્યારે શહેર અને જિલ્લામાં લોકોએ તો સાવચેતી રાખવાની જરૂર છે પણ આરોગ્યતંત્રએ નક્કર કાર્યવાહી કરવાની જરૂર હોય તેમ લાગી રહ્યું છે.