બાપુનગરમાં કૂટણખાનાનો પર્દાફાશ, ગ્રાહકો પાસેથી લેતા 300 રૂપિયા

બહારથી યુવતીઓ બોલાવી ચાલતો દેહવ્યાપાર

બાપુનગરમાં કૂટણખાનાનો પર્દાફાશ, ગ્રાહકો પાસેથી લેતા 300 રૂપિયા
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-અમદાવાદઃ

મેટ્રોસિટી અમદાવાદમાં સૌથી મોટા વિસ્તાર પૈકી એક બાપુનગરમાં એક હોટેલમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડતા હોટેલ મેનેજર, ગ્રાહક અને કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે. હોટેલમાંથી દારૂની બોટલ મળી આવી છે. તપાસ કરતાં બહાર આવ્યું કે આ નરાધમો ગ્રાહકો પાસેથી 300 રૂપિયા વસૂલતા અને યુવતીઓને 200 આપતા જ્યાં 100 પોતે રાખી લેતા હતા.


 
પ્રાપ્ત વિગત પ્રમાણે બાપુનગર વિસ્તારમાં વિરાટનગર ચાર રસ્તા પાસે આવેલી હોટેલ કાવેરી ગેસ્ટ હાઉસમાં બહારથી યુવતીઓ બોલાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હોવાની પોલીસને બાતમી મળી હતી. બાદમાં પોલીસે ડમી ગ્રાહક મોકલ્યો હતો. બાદમાં પોલીસે દરોડા પાડતા બે યુવતીઓ મળી આવી હતી. પોલીસે હોટેલનો મેનેજર પ્રકાશ પ્રજાપતિ, હોટેલનો કર્મચારી લક્ષ્મણસિંગની અટકાયત કરી હતી. આ બંને શખ્સો ગ્રાહક પાસેથી 300 રૂપિયા વસૂલતા અને યુવતીઓને 200 આપી 100 રૂપિયા પોતે  રાખી લેતા હતા. હોટેલમાંથી એક દારૂની બોટલ પણ મળી આવી હતી જે પ્રકાશ પોતે પીવા માટે લાવ્યો હોવાનું સામે આવ્યું હતું. આ હોટેલ ડુંગરપુરના રત્નાવાડામાં રહેતા લક્ષ્મણસિંહ રાવની હોવાનું ખુલ્યું છે જે હાલ રાજસ્થાન હોવાનું પોલીસને જાણવા મળ્યું છે. પોલીસે સમગ્ર વિગતો નોંધી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.