સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ ‘અનેક શૌચાલય વખારરૂમ’..

મનપા તો જાણે કાઈ જાણતું જ નથી..?

સ્વચ્છતા અભિયાનનું સુરસુરીયુ ‘અનેક શૌચાલય વખારરૂમ’..

Mysamachar.in-જામનગર:

‘મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન’નું એક તરફ કચરા-ગંદકી સફાઇમાં તો મીંડુ છે,ઉપરથી શૌચાલય મામલે પણ એવી જ પરિસ્થિતિ સર્જાઇ છે,અને અનેક શૌચાલયો વખારરૂમ બની ગયા છે,અમુકે તો શૌચાલયમાં નાનો-મોટો ધંધો પણ શરૂ  કરી દીધો છે,

જામ્યુકોએ જણાવ્યા મુજબ 2011ની વસ્તી ગણતરી મુજબ 13835 કુટુંબો શૌચાલય વિહોણા હતા (ત્યારબાદના આઠ વર્ષમાં બીજા 9 હજાર પરિવાર આવા જ છે તેનો અલગથી) જેથી સરકાર દ્વારા 10649 શૌચાલય બનાવવાનું ટાર્ગેટ અપાયો હતો,તેની સામે જામ્યુકોએ ખુબ જ ઉત્સાહ દર્શાવીને 13594 શૌચાલય બનાવી નાખ્યા એટલે કે લોકોને બનાવવા દીધા, ખુલ્લા હાથે લ્હાણી કરી જે અંગે મ્યુ. ફાયનાન્સ બોર્ડની ગ્રાંટ રૂપિયા 10 કરોડ 47 લાખ આવીને કોર્પોરેશનના રૂપિયા 1 કરોડ 13 લાખ બર્ચાવ્યા હતા,,..
 
આમ 11 કરોડ 60 લાખના ખર્ચ બાદ આ સાડાતેર હજાર પરિવારો શૌચાલયોના જ ઉપયોગ કરતા હોય તેવું 100 %બનતુ નથી,અને અનેક શૌચાલયનો વખાર-સ્ટોરરૂમ બની રહ્યા છે,અને ઠેર-ઠેર ખાસ કરીને જુના ગામમાં,રોડસાઇડ,ગટરમાં, ખુણેખાચરે લોકો ખુલ્લામાં શૌચ કરે છે,જેથી ગંદકી,રોગચાળો ત્રાસદાયક રીતે ફેલાતો હોય ઓપન ડેફીકેશન ફ્રી નો હેતુસર ન થયો છતાં રૂપકડા પત્રક ઉપર તો બધું “ઓકે” જ છે.

ફીલ્મી સેટની જેમ ફોટા પડી ગયા નાણા ચૂકવાઇ ગયા..
શૌચાલય બનાવવાની સીઝન પુરબહારમાં હતી ત્યારે બારસાખ,ભોખરૂ વગેરે તેમજ રેતીની બાચકીઓ વગેરે ભાડે મળતા હતા. ફીલ્મી સેટની જેમ તે ગોઠવી, બાજુમાં ઉભા રહી ફોટા પડાવીને જામ્યુકોમાં રજૂ કરી નાણા મેળવાઇ ગયા આવા અનેક કિસ્સાઓથી તંત્ર અજાણ નથી જ...